Women's WT20: સેમી ફાઇનલમાં વરસાદની સંભાવના, રિઝર્વ ડેની અરજી ફગાવી

05 March, 2020 11:07 AM IST  |  Sydney

Women's WT20: સેમી ફાઇનલમાં વરસાદની સંભાવના, રિઝર્વ ડેની અરજી ફગાવી

વિમેન્સ ટી૨૦ વર્લ્ડમાં સેમી ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવાની અરજી આઇસીસીએ ફગાવી દીધી છે. આજે બે સેમી ફાઇનલની મૅચ રમાવાની છે અને જો વરસાદને કારણે બન્ને મૅચ કૅન્સલ થઈ તો ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ફાઇનલ મુકાબલો રવિવારે થશે. પહેલી મૅચ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે જ્યારે બીજી સેમી ફાઇનલ સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. જો વરસાદ પડે અને એકપણ સેમી ફાઇનલ મૅચ નહીં રમાય તો પૉઇન્ટ ટેબલ પ્રમાણે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ફાઇનલ મુકાબલો યોજાશે. ટૂંકમાં જો મૅચ ઇંગ્લૅન્ડ ભારતને હરાવે તો જ એ ફાઇનલમાં પ્રવેશી શકે છે અથવા તો ભારતની ફાઇનલમાં એન્ટ્રી કન્ફર્મ છે એમ કહી શકાય.

રિઝર્વ ડેની અરજી નકારતાં આઇસીસીના અધિકારીઓએ કહ્યું હતું કે વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપનો પ્લાન એકદમ બરાબર છે અને જે પ્રમાણે એની ગોઠવણ કરાઈ છે એ પ્રમાણે એમાં રિઝર્વ ડેની જરૂર રહેતી નથી કેમ કે એ શોર્ટ અને શાર્પ ઇવેન્ટ છે. રિઝર્વ ડેને કારણે ઇવેન્ટના દિવસો પણ લંબાતા જતા હોવાનું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું.

indian womens cricket team world t20 cricket news harmanpreet kaur sports news