સ્મૃતિ અને શેફાલી મારી ધુલાઈ કરી નાખે છે : મેગન સ્કુટ

07 March, 2020 01:40 PM IST  |  Melbourne

સ્મૃતિ અને શેફાલી મારી ધુલાઈ કરી નાખે છે : મેગન સ્કુટ

મેગન સ્કુટ

ઑસ્ટ્રેલિયાની બોલર મેગન સ્કુટનું કહેવું છે કે મને ઇન્ડિયાની સામે રમવાનું જરાય પસંદ નથી. રવિવારે ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલ મૅચ રમાશે. છેલ્લી ટ્રાય-સિરીઝમાં શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ મેગનની ઓપનિંગ ઓવરમાં જોરદાર રન કર્યા હતા. શેફાલી અને મંધાના અટૅકિંગ મોડમાં રમતી હોવાથી મેગનને ખૂબ ડર લાગે છે. આ વિશે મેગને કહ્યું હતું કે ‘મને ઇન્ડિયા સામે રમવાનું જરાય પસંદ નથી. સ્મૃતિ અને વર્મા મારી ધુલાઈ કરી નાખે છે. ટ્રાય-સિરીઝમાં મને જે સિક્સર મારી હતી એ મારી કરીઅરની કદાચ સૌથી ખરાબ સિક્સર હતી. બોલર્સ તરીકે અમે અમારા પ્લાનમાં ચેન્જ લાવીશું. પાવરપ્લેમાં હું તેમની સામે બોલિંગ નહીં નાખી શકું. તેઓ ખૂબ સહેલાઈથી મારી સામે રન બનાવી શકે છે.’

womens world cup australia india t20 world cup cricket news sports news