બોરીવલીમાં આજથી મહિલાઓની અન્ડર આર્મ ક્રિકેટ ટુર્નામેન્ટ

22 May, 2022 01:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ મહિલા ટુર્નામેન્ટનું મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં મહોત્સવ ચૅનલ મારફત લાઇવ ટેલિકાસ્ટ થશે

મિડ-ડે લોગો

ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના ગુજરાતી વિભાગ - ઉત્તર મુંબઈ જિલ્લા દ્વારા આજથી ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત મહિલા પ્રીમિયર લીગ અન્ડર આર્મ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ ૨૦ ટીમ વચ્ચેની આ સ્પર્ધા બોરીવલી-વેસ્ટમાં ચીકુવાડી સિગ્નલ નજીક, ન્યુ લિન્ક રોડ પરના દાદરકર ગ્રાઉન્ડમાં સવારે ૮થી રાતે ૯ વાગ્યા સુધી રમાશે. બે ટર્ફ પર સૉફ્ટ ટેનિસ બૉલથી રમાનારી દરેક મૅચ પાંચ-પાંચ ઓવરની રહેશે. પ્રત્યેક ટીમે ત્રણ લીગ મૅચ રમવાની રહેશે અને પછી એના આધારે નૉકઆઉટ રાઉન્ડની ટીમ નક્કી થશે.
સમગ્ર સ્પર્ધાનું આયોજન સંસદસભ્ય ગોપાલ શેટ્ટી, ગુજરાતી સેલ મહારાષ્ટ્રના પ્રમુખ સંજીવ પટેલ, ચારકોપ વિધાનસભાના વિધાનસભ્ય અને ગુજરાતી સેલ મહારાષ્ટ્રના પ્રભારી યોગેશ સાગરના માર્ગદર્શનથી કરવામાં આવ્યું છે; જેમાં નૉર્થ મુંબઈના પ્રમુખ ગણેશ ખાનકર, ગુજરાતી સેલ નૉર્થ મુંબઈના મુકેશ કડકિયા, બેટી બચાવો બેટી પઢાઓ સેલના પ્રમુખ ધર્મેશ જોષીનો સહકાર મળ્યો છે. બેટી બચાવો બેટી પઢાઓ સેલ - બીજેપી મહારાષ્ટ્રનાં પ્રમુખ ડૉ. શુભા પાધ્યે ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેશે. 
આ મહિલા ટુર્નામેન્ટનું મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં મહોત્સવ ચૅનલ મારફત લાઇવ ટેલિકાસ્ટ થશે અને એ YouTube ચૅનલ તથા ફેસબુક પર પણ જોવા મળશે.

sports news cricket news borivali