વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં અમનજોત પર તમામની નજર

23 January, 2023 12:49 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકામાં ફેબ્રુઆરીમાં શરૂ થનાર વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં યોજાયેલી ટ્રાઇ સિરીઝ મહત્ત્વની

અમનજોત કૌર

સાઉથ આફ્રિકાના ઈસ્ટ લંડનના મેદાનમાં આજે ભારતીય મહિલા ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે ટી૨૦ ટ્રાઇ સિરીઝમાં પોતાનો વિજયરથ આગળ ધપાવશે. યજમાન સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમ કૅપ્ટન હરમનપ્રીત કૌરની ગેરહાજરીમાં પણ મૅચ જીત્યું હતું. બીમાર થઈ જતાં હરમનપ્રીત કૌર આ મૅચમાં રમી નહોતી શકી. પહેલી મૅચમાં શિખા પાંડે, રેણુકા સિંહ અને પૂજા વસ્ત્રાકર પણ નહોતી. 

સ્ટૅન્ડ ઇન કૅપ્ટન સ્મૃતિ મંધાનાએ પોતાની પહેલી મૅચ રમનાર અમનજોત કૌરના શાનદાર પ્રદર્શનને કારણે આ મૅચ જીતી હતી. એક સમયે ૬૯ રનમાં પાંચ વિકેટ ગુમાવનાર ભારતે અમનજોતના ૩૦ બૉલમાં ૪૧ રનના પરિણામે પડકારજનક ૧૪૭નો સ્કોર કર્યો હતો તેમ જ ૨૭ રનથી આ મૅચ જીતી લીઘી હતી. પ્લેયર ઑફ ધ મૅચ રહેલી અમનજોત પર તમામની નજર રહેશે. 

આ પણ વાંચો :  News In Shorts: અમનજોતે ડેબ્યુમાં ભારતીય વિમેન્સ ટીમને જિતાડી

આવતા મહિનાથી સાઉથ આફ્રિકામાં વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે એ જોતાં આ ટ્રાઇ સિરીઝ બહુ જ મહત્ત્વની છે, જે બીજી ફેબ્રુઆરી સુધી ચાલશે. ભારતીય ટીમનાં શેફાલી વર્મા અને રિચા ઘોષ અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં વ્યસ્ત છે ત્યારે ભારત દી​પ્તિ શર્માના અનુભવ પર મદાર રાખે છે. 

સાઉથ આફ્રિકા સામે દી​​પ્તિએ ૨૩ બૉલમાં ૩૩ રન કરવા ઉપરાંત ૩૦ રન આપીને ૩ વિકેટ લીધી હતી. બીજી તરફ વેસ્ટ ઇન્ડીઝે આ મૅચમાં સારું પ્રદર્શન કરવા માટે તમામ ડિપાર્ટમેન્ટમાં સુધારો કરવો પડશે. 

sports news sports cricket news t20 international indian womens cricket team