Women’s Day: ભારતીય ક્રિકેટરોએ તેમના ‘લેડી લક’નો માન્યો આભાર

09 March, 2021 02:19 PM IST  |  Mumbai

Women’s Day: ભારતીય ક્રિકેટરોએ તેમના ‘લેડી લક’નો માન્યો આભાર

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા, સચિન અને અંજલિ તેન્ડુલકર (તસવીરો: યોગેન શાહ)

આઠ માર્ચે વિશ્વભરમાં આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. સોમવારે આ અવસરે ભારતીય ક્રિકેટરો તેમના જીવનમાં બદલાવ લાવનાર મહિલાઓનું અભિવાદન કર્યું હતું. આવો જોઈએ ક્રિકેટરોએ સોશ્યલ મીડિયા પર શું પોસ્ટ કર્યું...

સચિન તેન્ડુલકરે તેમના જીવનમાં મહત્વ ધરાવતી મહિલાઓનું એક કોલાજ બનાવ્યું હતું અને સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘મારા જીવનના પિલર્સને હેપી વુમન્સ ડે’.

યુઝવેન્દ્ર ચહલે પત્ની ધનશ્રી અને માતા તેમજ સાસુ સાથેની તસવીરો પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, ‘બસ હું આનાથી વધુ કંઈ માંગતો નથી. મારા જીવનના દરેક દિવસ માટે ખૂબ આભારી છું. તમે ભગવાનની સૌથી સુંદર રચના છો. મને હંમેશાં પ્રેરણા આપવા બદલ અને પ્રોત્સાહિત કરવા બદલ આભાર. હેપી વુમન્સ ડે’.

રોહિત શર્માએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો છે. જેમાં ક્રિકેટરની માતા સાથેની તસવીર છે અને દીકરી અને પત્નીના મસ્તી કરતા વીડિયો છે. સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘મારા જીવનમાં આ મહિલાઓની વિશેષ જગ્યા છે. આજે હું જેવો છું અને જ્યાં છું એ તેમના ઉછેરને કારણે છું. તેમણે મને શીખવાડયું અને હું મારી દીકરીને શીખવાડું છું. આપણે આપણા જીવનમાં સ્ત્રીઓના મૂલ્ય અને મહત્વને અનુભવીએ અને તેમના અસ્તિત્વને માન આપીએ તેનો ઉત્તમ સમય છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’.

હરભજન સિંહે પત્ની ગીતા બસરા અને દીકરી હિનાયાની તસવીરો શૅર કરી હતી અને સાથે કૅપ્શન આપ્યું હતું કે, ‘તમે બન્ને મેઘધનુષ્ય જેવા છો. જે મારા જીવનમાં રંગ ભરો છો. તમે આશાની કિરણ છો, જે જીવનમાં પ્રકાશ ઉમેરો છો. હેપી ઈન્ટરનેશનલ વુમન્સ ડે’.

કૃણાલ પંડયાએ પત્ની પંખુરી શર્મા અને માતા સાથેની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, ‘સૌથી શક્તિશાળી મહિલાઓ, મારામાં વિશ્વાસ કરવા બદલ અને મને હંમેશા સપોર્ટ આપવા બદલ આભાર.

વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા અને દીકરીની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, ‘બા‍ળકનો જન્મ થતો જોવો એ માણસના જીવનનો સૌથી રોચક, શાનદાર અને અવિસ્મરણીય અનુભવ હોય છે. આ જોઈને તમે એક મહિલાની અસલી તાકાત અને તેની મહાનતાનો અનુભવ કરી શકો છો અને ત્યારે તમે જાણી શકશો કે શા માટે ઈશ્વરે તેમના શરીરમાં અન્ય એક જીવને સ્થાન આપ્યું છે. આનું કારણ એ જ છે કે તેઓ પુરુષ કરતાં વધુ સક્ષમ છે. મારા જીવનની નીડર અને સ્ટ્રૉન્ગ મહિલા (મારી પત્ની)ને તેમ જ ભવિષ્યમાં પોતાની મમ્મી જેવી બનનારી મારી દીકરીને અને વિશ્વની દરેક મહિલાઓને મહિલા દિનની શુભેચ્છા આપું છું.’

દિનેશ કાર્તિકે લખ્યું હતું કે, ‘જ્યારે સ્ટ્રોન્ગ, બોલ્ડ અને ઉગ્ર મહિલા એવું કહેવામાં આવે ત્યારે જેનો મને વિચાર આવે છે તે તું છે. તમામ શક્તિશાળી મહિલાઓને મહિલા દિવસની શુભકામનાઓ. તમે આ વિશ્વને એક શ્રેષ્ઠ સ્થાન બનાવો છો’.

sports sports news cricket news womens day virat kohli sachin tendulkar Yuzvendra Chahal krunal pandya rohit sharma harbhajan singh