06 October, 2025 10:43 AM IST | Colombo | Gujarati Mid-day Correspondent
જંતુઓને ભગાવવા માટે ગ્રાઉન્ડના સ્ટાફે પેસ્ટ-કન્ટ્રોલ સ્પ્રેનો ઉપયોગ પણ કર્યો હતો
શ્રીલંકાના કોલંબોમાં આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં શનિવારે ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકાની મૅચ વરસાદને કારણે રદ થઈ હતી અને રવિવારે વરસાદના વાતાવરણ વચ્ચે આ જ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની મૅચ ઊડતા જંતુઓના હુમલાને કારણે ૧૫ મિનિટ રોકવી પડી હતી. પહેલી ઇનિંગ્સ દરમ્યાન ભારતીય પ્લેયર્સ બૅટથી અને પાકિસ્તાની પ્લેયર્સ સ્પ્રેનો ઉપયોગ કરીને જંતુઓને પોતાનાથી દૂર કરતા જોવા મળ્યા હતા.
જંતુઓને ભગાવવા માટે ગ્રાઉન્ડના સ્ટાફે પેસ્ટ-કન્ટ્રોલ સ્પ્રેનો ઉપયોગ પણ કર્યો હતો. મેદાન પર આવેલા આ બિનઆમંત્રિત અતિથિઓને કારણે પ્લેયર્સને બૅટિંગ-બોલિંગમાં ઘણી તકલીફ પડી હતી.