11 October, 2024 10:26 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
રાધા યાદવ
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2024ની ગ્રુપ-સ્ટેજ મૅચ દરમ્યાન રાધા યાદવને ભારતની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નહોતું, પણ રાધા યાદવે શ્રીલંકા સામે સબ્સ્ટિટ્યુટ પ્લેયર તરીકે પંદરમી અને ઓગણીસમી ઓવર દરમ્યાન બે શાનદાર કૅચ પકડીને સૌને ચોંકાવી દીધા હતા. મૅચ બાદ ટીમના ફીલ્ડિંગ-કોચ મુનીશ બાલીએ દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમની બિગ સ્ક્રીન પર બેસ્ટ ફીલ્ડર તરીકે રાધા યાદવનો ફોટો બતાવીને વિજેતાની જાહેરાત કરી હતી. ફીલ્ડિંગ-કોચ અને ટીમના અન્ય ખેલાડીઓએ તેને ભેટીને શુભેચ્છા પાઠવી હતી.