21 February, 2025 02:16 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent
બૅન્ગલોરની કૅપ્ટન સ્મૃતિ માન્ધના અને મુંબઈની કૅપ્ટન હરમનપ્રીત કૌર.
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં આજે સ્મૃતિ માન્ધનાની રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ અને હરમનપ્રીત કૌરની મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ત્રીજી સીઝનમાં પહેલી વાર ટક્કર જોવા મળશે. અગાઉની બે સીઝનમાં બન્ને વચ્ચે રમાયેલી પાંચમાંથી ત્રણ મૅચ મુંબઈ જીત્યું છે, જ્યારે બે મૅચ બૅન્ગલોર જીત્યું છે.
વડોદરામાં WPLની ત્રીજી સીઝનની પહેલી છ મૅચ સમાપ્ત થઈ છે. એક દિવસના આરામ બાદ પાંચેય ટીમ બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચી છે જ્યાં આજથી આ ટુર્નામેન્ટની આગામી આઠ મૅચ રમાશે. પહેલી છ મૅચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ એક પણ મૅચ હાર્યા વગર પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપ પર છે, જ્યારે યુપી વૉરિયર્સની ટીમ હજી એક પણ મૅચ જીતી શકી નથી.
WPL 2025નું પૉઇન્ટ્સ ટેબલ
ટીમ મૅચ જીત હાર પૉઇન્ટ
બૅન્ગલોર ૨ ૨ ૦ ૪
દિલ્હી ૩ ૨ ૧ ૪
મુંબઈ ૨ ૧ ૧ ૨
ગુજરાત ૩ ૧ ૨ ૨
યુપી ૨ ૦ ૨ ૦