ઇંગ્લૅન્ડ સામે ટકી રહેવાનો વિન્ડીઝનો મરણિયો પ્રયાસ

20 July, 2020 05:58 PM IST  |  Mumbai Desk | Agencies

ઇંગ્લૅન્ડ સામે ટકી રહેવાનો વિન્ડીઝનો મરણિયો પ્રયાસ

ત્રીજા દિવસનો ખેલ વરસાદે બગાડ્યા બાદ ચોથા દિવસે વેસ્ટ ઇન્ડીઝે એક વિકેટે ૩૨ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું.

ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મૅચના ચોથા દિવસે મહેમાન ટીમે પહેલી ઇનિંગમાં ટકી રહેવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં તે ૨૮૭ રનમાં ઓલઆઉટ થઈ હતી. ત્રીજા દિવસનો ખેલ વરસાદે બગાડ્યા બાદ ચોથા દિવસે વેસ્ટ ઇન્ડીઝે એક વિકેટે ૩૨ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. જોકે ૨૦૦ રનનો આંકડો પાર કરવામાં તેમણે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. મેદાનમાં જામી ગયેલા મહેમાન ટીમના ઓપનર ક્રૅગ બ્રેથવેટ ૧૬૫ બૉલમાં ૭૫ રન કરીને બેન સ્ટોક્સનો શિકાર બન્યો હતો. શામરાહ બ્રુક્સ ૬૮ રન કર્યા હતા. અલ્ઝારી જોસેફ ૩૨ રન કરીને જ્યારે શાહી હોપ ૨૫ રન બનાવીને આઉટ થયા હતા. રોસ્ટન ચેઝ હાફ સેન્ચૂરી કરવામાં સફળ રહ્યો હતો પણ ૫૧ રન કરી તે વૉક્સનો શિકાર બન્યો હતો. ઇંગ્લૅન્ડ વતી સ્ટુઅર્ટ બ્રોડ અને ક્રિસ વૉક્સે ત્રણ-ત્રણ વિકેટ લઈને મહેમાન ટીમને ધારાશાહી કરી દીધી હતી. સૅમ કરને બે વિકેટ લીધી હતી, જ્યારે ડોમ બેસ અને બેન સ્ટોક્સને એક-એક વિકેટ મળી હતી. પાછલી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝનો હીરો રહેલા જરમાને બ્લેકવૂડ વગર ખાતું ખોલે પવેલિયન ભેગો થયો હતો. શેન ડોવરિચ પણ બ્રોડનો શિકાર બન્યો હતો અને ઝીરો પર આઉટ થયો હતો. બોલર શેનોન ગેબ્રિયલ પણ ઝીરો રને આઉટ થયો હતો. ગઈ કાલના દિવસની બાકી રહેલી ૧૧ ઓવર રમવા માટે બીજી ઇનિંગમાં ઇંગ્લૅન્ડની ટીમ મેદાનમાં ઉતરી હતી. પહેલી ઇનિંગ બાદ યજમાન ટીમ મહેમાન ટીમથી ૧૮૨ રન આગળ હતી. ઇંગ્લૅન્ડની બીજી ઇનિંગ ઓપન કરવા બેન સ્ટોક્સ અને જોસ બટલર મેદાનમાં ઉતર્યા હતા.

sports sports news cricket news england west indies