ભારતીય વન-ડે ટીમના કૅપ્ટન અને વાઇસ કૅપ્ટનના વખાણ કરતા કૈફે કહ્યું...

11 May, 2020 11:02 AM IST  |  New Delhi | Agencies

ભારતીય વન-ડે ટીમના કૅપ્ટન અને વાઇસ કૅપ્ટનના વખાણ કરતા કૈફે કહ્યું...

મોહમ્મદ કૈફ

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર મોહમ્મદ કૈફનું કહેવું છે કે વિરાટ કોહલી પ્લેયર તરીકે એક અલગ લેવલ પર છે, તેમ છતાં રોહિતને બેટિંગ કરતો જોવો ગમે છે.

બન્ને પ્લેયરોના વખાણ કરતાં કૈફે કહ્યું કે ‘જો તમે મને પૂછો તો રોહિત શર્માને બેટિંગ કરતાં જોવો મને ગમે છે. વિરાટ અને કોહલી બન્નેના કરિયર ક્રિકેટમાં બેસ્ટ છે. વિરાટ કોહલી એક અલગ જ લેવલનો પ્લેયર છે. ક્રિકેટની દરેક ફોર્મેટમાં તેના રેકૉર્ડ અદ્ભૂત છે. તેમ છતાં વ્હાઇટ બૉલ ક્રિકેટમાં મને રોહિતને બેટિંગ કરતા જોવો વધારે ગમે છે. તે ક્યારે પણ ઉતાવળમાં નથી રમતો પણ ક્રીઝમાં રહીને રમે છે. તમને લાગે કે ઘણા પ્લેયર કેટલી સરળતાથી રમે છે પણ એ પાછળ એમની ઘણી મહેનત હોય છે.’
આ ઉપરાંત મોહમ્મદ કૈફે મહેન્દ્ર સિંહ ધોની સાથે પોતાના મૅચના અનુભવ જણાવ્યા હતા અને વિકેટની વચ્ચે તેની ફાસ્ટ રનિંગના વખાણ પણ કર્યા હતા.

india team india cricket news sports news rohit sharma virat kohli