હરભજન સિંહ ક્રિકેટમાંથી લેશે સંન્યાસ? IPLની આ ટીમમાં જોડાશે કૉચિંગ સ્ટાફ તરીકે

07 December, 2021 08:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હરભજન આવતા અઠવાડિયે ક્રિકેટમાંથી ઑફિશિયલી સંન્યાસની જાહેરાત કરશે અને ત્યાર બાદ તેમના કેટલીક ફ્રેન્ચાઇઝીના સપૉર્ટ સ્ટાફ સાથે જોડાવાની રજૂઆથમાં કોઈક એકના સિલેક્શનની આશા છે.

હરભજન સિંહ (તસવીર સૌજન્ય મિડ-ડે)

ભારતના પૂર્વ ઑફ સ્પિનર હરભજન સિંહ આવતા વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં એક મોટી ટીમ સાથે સપૉર્ટ સ્ટાફના મુખ્ય પાત્ર તરીકે જોવા મળશે. હરભજને આઇપીએલ 2021ના પહેલા ચરણમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) તરફથી કેટલીક મેચ રમ્યો હતો પણ યૂએઇ લેગમાં એક પણ મેચ રમ્યો નહોતો. આશા છે કે હરભજન આવતા અઠવાડિયે ક્રિકેટમાંથી ઑફિશિયલી સંન્યાસની જાહેરાત કરશે અને ત્યાર બાદ તેમના કેટલીક ફ્રેન્ચાઇઝીના સપૉર્ટ સ્ટાફ સાથે જોડાવાની રજૂઆથમાં કોઈક એકના સિલેક્શનની આશા છે.

આઇપીએલના એક સૂત્રએ નામ જાહેર ન કરવાની શરતે સમાચાર એજન્સી પીટીઆઇને કહ્યું, "આ મહત્વની ભૂમિકા સલાહકાર, માર્ગદર્શક કે સલાહકાર સમૂહનો ભાગ બનવાની શક્યતા છે પણ તે જે ફ્રેન્ચાઇઝી સાથે વાત કરી રહ્યા છે તે તેના અનુભવનો ઉપયોગ કરવા માગે છે. તે નીલામીમાં ખેલાડીઓની પસંદગીમાં પણ ફ્રેન્ચાઇઝીની મદદ કરવામાં સક્રિય ભૂમિકા ભજવશે." હરભજને હંમેશા ખેલાડીઓની રમતને સુધારવામાં રસ લીધો છે અને એક દાયકા સુધી મુંબઇ ઇન્ડિયન્સ સાથે જોડાઈ રહ્યા દરમિયાન પછીના વર્ષોમાં ટીમ સાથે તેની મહત્વની ભૂમિકા હતી.

ગયા વર્ષે કેકેઆર સાથે જોડાયા દરમિયાન હરભજને વરુણ ચક્રવર્તીનું માર્ગદર્શન કરવામાં ઘણો સમય પસાર કર્યો. આઇપીએલની છેલ્લી સીઝનની શોધ રહી ચૂકેલા વેંકટેશ અય્યરે આ પહેલા ખુલાસો કર્યો હતો કે હરભજને કેકેઆર તરફથી તેમની એક પણ મેચ રમ્યા પહેલા કેટલાક નેટ સત્ર બાદ કહ્યું કે તે લીગમાં સફળ રહ્યો. અહીં સુધી કે ગઈ સીઝનમાં કેકેઆરના મુખ્ય કોચ બ્રેંડન મૈકુલમ અને કૅપ્ટન ઈયોન મોર્ગને પણ ટીમની પસંદગી મામલે હરભજનની સલાહ માની હતી. સૂત્રએ કહ્યું, "હરભજન સત્ર પૂરું થયા પથી સંન્યાસની ઔપચારિક જાહેરાત કરવા માગે છે. એક ફ્રેન્ચાઇઝી સાથે તેની વાતચીત થઈ છે જેણે ઘણો રસ બતાવાયો છે પણ કરારની ઔપચારિકતાઓ પૂરી થયા પછી તે આ વિશે વાત કરવા વિચારશે."

cricket news sports news sports