પાર્થિવ પટેલને પંચ મારવાની ઇચ્છા કેમ થઈ હતી હેડનને?

08 May, 2020 02:37 PM IST  |  Mumbai Desk | Agencies

પાર્થિવ પટેલને પંચ મારવાની ઇચ્છા કેમ થઈ હતી હેડનને?

પાર્થિવ પટેલ (ફાઇલ ફોટો)

ક્રિકેટરો વચ્ચે ફીલ્ડ પર અને ફીલ્ડની બહાર અનેક કિસ્સા બનતા હોય છે. તાજેતરમાં પાર્થિવ પટેલે પોતાની સાથે જોડાયેલો એક કિસ્સો શૅર કર્યો હતો જેમાં ઑસ્ટ્રેલિયન પ્લેયર મૅથ્યુ હેડન તેને મોઢા પર પંચ મારવાનો હતો. ૨૦૦૪માં ભારત ઑસ્ટ્રેલિયાની મુલાકાતે ગયું હતું ત્યારે પાર્થિવ માંડ ૧૮ વર્ષનો હતો. ૩૦૪ રનનો ટાર્ગેટ પ્રાપ્ત કરવા ઊતરેલી ઑસ્ટ્રેલિયન ટીમ વતી હેડન શાનદાર ૧૦૯ રનની પારી રમ્યો હતો અને તે ઇરફાન પઠાણનો શિકાર બન્યો હતો. ભારત એ મૅચ ૧૯ રનથી જીત્યું હતું. આ કિસ્સો યાદ કરતાં પાર્થિવે કહ્યું કે ‘બ્રિસ્બેનમાં હું ડ્રિન્ક્સ લઈને જઈ રહ્યો હતો. એ મૅચમાં ઇરફાન પઠાણે તેને આઉટ કર્યો હતો. તે ઑલરેડી સેન્ચુરી કરી ચૂક્યો હતો અને ઘણા મહત્ત્વના સ્ટેજ પર તે આઉટ થયો હતો. તે આઉટ થયો ત્યારે મેં ‘હુ હુ’ કર્યું હતું અને તે મારા પર ઘણો ગુસ્સે ભરાયો હતો. બ્રિસ્બેન ડ્રેસિંગરૂમ જે એક ટનલ જેવી છે તે ત્યાં જ ઊભો હતો. ત્યાં ઊભા રહી તેણે કહ્યું કે ‘આવું પાછું કર્યું છે તો હું તારા મોઢા પર પંચ મારીશ.’ મેં સૉરી કહ્યું અને તે બાજુમાંથી જતો રહ્યો. હા, બ્રિસ્બેનમાં તે મને મારવા માગતો હતો, પણ પછીથી અમે સારા ફ્રેન્ડ બની ગયા હતા. ચેન્નઈ સુપર કિંગ્સમાં તેની સાથે રમવાની ઘણી મજા આવે છે. અમે એકબીજાની કંપની એન્જૉય કરીએ છીએ અને સાથે સારો સમય પસાર કરીએ છીએ. એ ઘટના પછી અમે સમાધાન કરી લીધું છે. આઇપીએલ પત્યા પછી હું જ્યારે ઑસ્ટ્રેલિયા ગયો ત્યારે તેણે મને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું અને મારા માટે ચિકન બિરયાની અને દાળ બનાવી હતી.’

sports sports news cricket news parthiv patel