એક મેચ એવી, જેમાં 1 રનમાં ઓલ આઉટ થઈ ગઈ આખી ટીમ

19 June, 2019 03:42 PM IST  | 

એક મેચ એવી, જેમાં 1 રનમાં ઓલ આઉટ થઈ ગઈ આખી ટીમ

આખી ટીમ 1 રનમાં ઓલ આઉટ

T-20 ક્રિકેટનો મતલબ છે ફટાફટ ક્રિકેટ. ક્રિકેટનું એવુ ફોર્મેટ જેમાં વિકેટ ઓછી પડે અને રન વધારે બને છે. દરેક બેટ્સમેન પ્રયત્ન કરે છે કે તે 20-20માં વધુમાં વધુ ઓવર રમે અને વધારે રન બનાવે . એવામાં એક ટીમના 11 બેટ્સમેનોને 120 બોલ રમવા મળે છે જેના સામે વાળી ટીમને મોટા ટાર્ગેટ આપવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે, ટીમના બધા જ પ્લેયરે બેટિંગ કરી હોય પરંતુ ટીમનો કુલ સ્કોર ડબલ ડિજીટમાં ના હોય. ?

ઈન્ટરનેશનલ મેચમાં બની ઘટના

આવુ કોઈ ડોમેસ્ટિક મેચમાં નહીં, પણ ઈન્ટરનેશનલ T-20 મેચમાં બન્યુ છે જ્યાં ટીમ માત્ર 6 રન બનાવી શકી હતી અને ઓલઆઉટ થઈ હતી. પણ આશ્ચર્યજનક વાત એ છે કે 6 રન માંથી માત્ર 1 રન બેટ્સમેન દ્વારા બનાવવામાં આવ્યો છે. બાકીના 5 રનમાંથી 2 રન બાય, 2 રન લેગ બાય અને 1 રન વાઈડનો હતો. જો કે આ મેચ પુરૂષો વચ્ચે નહીં મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી.

વિમેન્સ ટી 20 મેચ

આ મેચ વિશે વાત કરીએ તો, કિગલી સિટીમાં ક્વિબુકા વુમન્સ T-20 ટુર્નામેન્ટ રમાઈ રહી હતી. આ ટુર્નામેન્ટમાં 18 જૂને માળી અને રવાન્ડાની મહિલા ટીમ વચ્ચે આમનો સામનો થયો હતો. માળીની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરતા માળીની ટીમની પ્લેયર મારિયમ સમાકેએ 1 રન બનાવ્યો હતો, આ સિવાય કોઈ પણ પ્લેયર ખાતુ ખોલી શકયો નહોતો. માળીની ટીમ 6 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: World Cup: મેચ બાદ પાકિસ્તાનના ફેન્સે જ ઉજાવી સરફરાઝની મજાક, જુઓ વીડિયો

4 બોલમાં જીત

અત્યાર સુધીનો સૌથી નાનો સ્કોર ચેઝ કરવા ઉતરેલી રવાન્ડાની ટીમે માત્ર 4 બોલમાં વિજય મેળવ્યો હતો એ પણ વિકેટ ગુમાવ્યા વગર, માળીની ટીમે સૌથી ઓછો સ્કોર બનાવતી ટીમોના ખરાબ રેકોર્ડમાં ટોપ પહોંચી ગઈ છે. આ પહેલા કોઈ પણ ટીમ આટલા સામાન્ય સ્કોર પર આઉટ થઈ નથી.

world cup 2019 cricket news gujarati mid-day