વર્લ્ડ કપમાં કોને લેવો? પંત કે ધોની?

14 February, 2019 04:27 PM IST  | 

વર્લ્ડ કપમાં કોને લેવો? પંત કે ધોની?

રિષભ પંત અને ધોની

રિષભ પંતે ભલે ઑસ્ટ્રેલિયામાં એક ટેસ્ટમાં ૧૧ કૅચ લઈને ભારતીય વિકેટકીપરનો નવો રેકૉર્ડ બનાવ્યો હોય, પરંતુ ફરોખ એન્જિનિયરે કહ્યું હતું કે આ યુવા ખેલાડીની વિકેટકીપિંગમાં કેટલીક ટેãક્નકલ ખામી છે. જોકે એન્જિનિયરે તેના બૅટિંગ પ્રદર્શનની પ્રશંસા કરી છે. પંતની બૅટિંગથી એન્જિનિયર એટલા પ્રભાવિત છે કે ભારતીય સિલેક્ટરો ઇંગ્લૅન્ડમાં થનાર વર્લ્ડ કપ માટે ધોનીને કારણે પંતને કેવી રીતે પડતો મૂકી શકે છે.

ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર એન્જિનિયરે કહ્યું હતું કે પંતને જોઈને તેમને તેમના યુવાનીના દિવસો યાદ આવી જાય છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘તેની સ્ટાઇલ ધોની જેવી જ છે, પરંતુ અત્યારે તેની વધુ પ્રશંસા ન કરો, કારણ કે તેની ટેãક્નકમાં ખામી છે.’

આ પણ વાંચોઃ રોહિતે રિષભને આપી બેબી-સિટરની ઑફર: વિકેટકીપરે પણ આપ્યો જોરદાર જવાબ

પંતે સિડનીમાં રમાયેલી ટેસ્ટમાં એક સદી પણ ફટકારી હતી. તે આવી સિદ્ધિ મેળવનાર પહેલો વિકેટકીપર બની ગયો હતો. ઍડીલેડમાં તેણે સ્ટમ્પની પાછળ રેકૉર્ડ સંખ્યામાં કૅચ પકડ્યા. એન્જિનિયરે કહ્યું હતું કે ‘પ્રfન એ થાય છે કે વર્લ્ડ કપ માટે શું તમે ધોનીને પસંદ કરશો? તમે પંતને કઈ રીતે પડતો મૂકી શકો? તેણે એટલું સારું પ્રદર્શન કર્યું છે. આ સિલેક્ટરોની પણ કસોટી છે, કારણ કે તેમણે માંડ એક કે બે ટેસ્ટ રમી છે.’

mahendra singh dhoni cricket news sports news team india world cup