૨૦૧૬માં હું મેડલ જીતી ત્યારે સચિને વચન મુજબ મને કાર ભેટ આપી હતી : પી. વી. સિંધુ

17 September, 2022 05:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સચિને મારી સાથે મુલાકાત નક્કી કરી હતી અને મને કાર ભેટ આપી હતી. તેમણે મારી જે રીતે કદર કરી એનાથી હું ખૂબ ખુશ થઈ હતી અને એ બદલ હું તેમની આભારી છું.

સચિન તેન્ડુલકર

બૅડ્મિન્ટન-લેજન્ડ પી. વી. સિંધુએ સોની ટીવી પરના આ વીક-એન્ડના ‘ધ કપિલ શર્મા શો’માં વીતેલાં વર્ષોની પોતાની અવિસ્મરણીય ઘટનાઓની વાત કરતાં કહ્યું છે કે ‘૨૦૧૪માં મેં પહેલી વાર કૉમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો ત્યારે સચિન તેન્ડુલકરે મને ફોન પર અભિનંદન આપવાની સાથે કહ્યું હતું કે જો તું ૨૦૧૬ની રિયો ઑલિમ્પિક્સમાં મેડલ જીતીશ તો હું તને કાર ભેટ આપીશ. હું એ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી હતી. સચિને મારી સાથે મુલાકાત નક્કી કરી હતી અને મને કાર ભેટ આપી હતી. તેમણે મારી જે રીતે કદર કરી એનાથી હું ખૂબ ખુશ થઈ હતી અને એ બદલ હું તેમની આભારી છું. સચિન એવી સ્પોર્ટ્સ પર્સનાલિટી છે જેમણે ઘણા સ્પોર્ટ્સપર્સન્સને સપોર્ટ કર્યો છે અને તેમનો જુસ્સો વધાર્યો છે.’
‘ધ કપિલ શર્મા શો’માં સિંધુ ઉપરાંત બૉક્સિંગ ચૅમ્પિયન નિખત ઝરીન, કૉમનવેલ્થ ગેમ્સની ચૅમ્પિયન લૉન બૉલ્સ ટીમ પણ જોવા મળશે.

pv sindhu p.v. sindhu sports news sachin tendulkar cricket news badminton news