18 July, 2024 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને હમણાંથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ શરૂ થયો છે. એક તરફ ભારતીય બોર્ડ હાઇબ્રિડ મોડલ પર ટુર્નામેન્ટ રમાડવાની રિક્વેસ્ટ ICCને કરવાની તૈયારી કરી રહ્યું છે, તો બીજી તરફ પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીઓ ભારતીય ટીમને પાકિસ્તાન આવવા માટે રિક્વેસ્ટ કરી રહ્યા છે. આ બધા વચ્ચે જો કોઈ સમાધાન નહીં થાય અને ભારત આ ટુર્નામેન્ટમાંથી નામ ખેંચી લેશે તો કઈ ટીમને એની જગ્યા મળશે?
જો વર્લ્ડ ચૅમ્પિયન ભારત આ ટુર્નામેન્ટમાંથી નામ પરત ખેંચી લેશે તો પાડોશી દેશ શ્રીલંકાની ટીમને અહીં એન્ટ્રીનો ચાન્સ મળશે. શ્રીલંકાની ટીમ વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં નવમા ક્રમે હોવાથી પહેલી વખત ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ક્વૉલિફાય થતાં ચૂકી ગઈ હતી. આ ટીમ ૨૦૦૨માં ભારત સાથે આ ટુર્નામેન્ટની સંયુક્ત ચૅમ્પિયન બની હતી.