કાયલે કર્યા કાયલ: પહેલી જ મૅચમાં સરજ્યો ઇતિહાસ

08 February, 2021 11:45 AM IST  |  Chattogram | Gujarati Mid-day Correspondent

કાયલે કર્યા કાયલ: પહેલી જ મૅચમાં સરજ્યો ઇતિહાસ

ડબલ સેન્ચુરી ફટકાર્યા બાદ ખુશખુશાલ કાયલ માયર્સ (તસવીર: પી.ટી.આઈ.)

વેસ્ટ ઇન્ડીઝ-બંગલા દેશ વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ મૅચ વેસ્ટ ઇન્ડીઝે કાયલ માયર્સની ડબલ સેન્ચુરીને લીધે ત્રણ વિકેટે જીતીને બે ટેસ્ટ મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ લઈ લીધી હતી. પહેલી ઇનિંગમાં લથડી ગયેલી વેસ્ટ ઇન્ડીઝને કાયલે બીજી ઇનિંગમાં સંભા‍ળી લઈને પોતાની ટૅલન્ટનો પરચો આપ્યો હતો. કાયલની આ ડેબ્યુ ટેસ્ટ મૅચ હતી, જેમાં વેસ્ટ ઇન્ડીઝની બીજી અને મૅચની ચોથી ઇનિંગમાં તે ૩૧૦ બૉલમાં ૨૦ ચોગ્ગા અને ૭ છગ્ગા ફટકારીને નૉટઆઉટ ૨૧૦ રનની શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો.

પહેલી ટેસ્ટ મૅચના છેલ્લા દિવસે ૨૮૫ રનના શેષ રહેલા લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલી વેસ્ટ ઇન્ડીઝના ન ઍન્ક્રુમાહ બોનર અને કાયલ માયર્સ મેદાનમાં ઊતર્યા હતા. ચોથી વિકેટ માટે બન્ને વચ્ચે ૨૧૬ રનની પાયાની પારી રમાઈ હતી. બોનર ૨૪૫ બૉલમાં ૧૦ ચોગ્ગા અને એક સિક્સર ફટકારીને ૮૬ રને આઉટ થયો હતો. ત્યાર બાદ જર્મેઇન બ્લૅકવુડ ૯ રને અને જોશુઆ ડિસલ્વા ૨૦ રને આઉટ થયા હતા. કેમાર ઝીરો પર પૅવિલિયનભેગો થઈ ગયો હતો, પણ કાયલે એક તરફ પોતાની ઇનિંગ જાળવી રાખી હતી. મેહંદી હસનને ચાર વિકેટ મળી હતી, જ્યારે તૈજુલ ઇસ્લામ બે અને નઈમ હસન એક વિકેટ લેવામાં સફળ થયા હતા. કાયલ માયર્સને તેની જબરદસ્ત ઇનિંગ્સ બદલ પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. બન્ને દેશ વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટ મૅચ ૧૧મી ફેબ્રુઆરીથી ઢાકામાં રમાશે.

ટેસ્ટ ડેબ્યુમાં કરેલો હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર

રન   પ્લેયર      ટીમ  વિરોધી ટીમ      વર્ષ

૨૮૭ ટીમ ફોસ્ટર ઇંગ્લૅન્ડ     ઑસ્ટ્રેલિયા  ૧૯૦૩-’૦૪

૨૨૨*      જૅક્સ રુડોલ્ફ સાઉથ આફ્રિકા    બંગલા દેશ ૨૦૦૩

૨૧૪ લૉરેન્સ રોવ વેસ્ટ ઇન્ડીઝ      ન્યુ ઝીલૅન્ડ ૧૯૭૧-૭૨

૨૧૪ મૅથ્યુ સિન્કલેર    ન્યુ ઝીલૅન્ડ વેસ્ટ ઇન્ડીઝ      ૧૯૯૯-૨૦૦૦

૨૧૦*      કાયલ માયર્સ     વેસ્ટ ઇન્ડીઝ      બંગલા દેશ ૨૦૨૦-’૨૧

૨૦૧*      બ્રેન્ડન કુરુપ્પુ     શ્રીલંકા     ન્યુ ઝીલૅન્ડ ૧૯૮૭

ચોથી ઇનિંગમાં ડબલ સેન્ચુરી કરનાર પ્લેયરોની યાદી

રન   પ્લેયર      વિરોધી ટીમ      વર્ષ

૨૨૩ જ્યોર્જ હેડલી      ઇંગ્લૅન્ડ     ૧૯૨૯-૩૦

૨૨૨ નૅથન એસ્ટલે     ઇંગ્લૅન્ડ     ૨૦૦૧-૦૨

૨૨૧ સુનીલ ગાવસકર ઇંગ્લૅન્ડ     ૧૯૭૯     

૨૧૯ બિલ એડ્રરીચ     સાઉથ આફ્રિકા    ૧૯૩૮-૩૯

૨૧૪*      ગોર્ડોન ગ્રીનીજ   ઇંગ્લૅન્ડ     ૧૯૮૪

૨૧૦*      કાયલ માયર્સ     બંગલા દેશ ૨૦૨૧

સફળતાપૂર્વક ચોથી ઇનિંગમાં ચેઝ કરાયેલા રન

રન   ટીમ  સ્ટેડિયમ    વર્ષ

૪૧૮       વેસ્ટ ઇન્ડીઝ v/s ઑસ્ટ્રેલિયા  સેન્ટ જોન્સ ૨૦૦૩

૪૧૪ ઑસ્ટ્રેલિયા v/s સાઉથ આફ્રિકા      પર્થ  ૨૦૦૮-’૦૯

૪૦૪ ઑસ્ટ્રેલિયા v/s ઇંગ્લૅન્ડ લીડ્સ      ૧૯૪૮

૪૦૩ ઇન્ડિયા v/s વેસ્ટ ઇન્ડીઝ     પોર્ટ ઑફ સ્પેન   ૧૯૭૫-’૭૬

૩૯૫ વેસ્ટ ઇન્ડીઝ v/s બંગલા દેશ       ચટ્ટોગ્રામ    ૨૦૨૦-’૨૧

sports sports news cricket news test cricket west indies bangladesh