છેલ્લી ઓવરમાં ૨૮ રન ફટકાર્યા છતાં વેસ્ટ ઇન્ડીઝની એક રનથી હાર

25 January, 2022 02:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૭મી ઓવરમાં ૮ રન બન્યા બાદ તેમને ૧૮ બૉલમાં ૬૧ રનની જરૂર હતી. રોમારિયો સેફર્ડ (૨૮ બૉલમાં અણનમ ૪૪) અને અકિલ હુસેને (૧૬ બૉલમં અણનમ ૪૪) ત્યાર બાદ કમાલની બૅટિંગ કરતાં ૧૮મી ઓવરમાં ૩ સિક્સર સાથે ૨૩ રન બનાવતાં મૅચમાં ટર્ન આવી ગયો હતો.

છેલ્લી ઓવરમાં ૨૮ રન ફટકાર્યા છતાં વેસ્ટ ઇન્ડીઝની એક રનથી હાર

પહેલી ટી૨૦માં હાર્યા બાદ ઇંગ્લૅન્ડે રવિવારે રાતે રમાયેલી બીજી મૅચમાં એક રનથી રોમાંચક વિજય મેળવીને પાંચ મૅચની સિરીઝમાં ૧-૧થી બરોબરી કરી લીધી હતી. વેસ્ટ ઇન્ડીઝે પહેલી મૅચ શુક્રવારે ૯ વિકેટે જીતી લીધી હતી. રવિવારે ઇંગ્લૅન્ડે જેશન રૉય (૪૫), મોઇન અલી (૩૧), ક્રિસ જૉર્ડન (૨૭) અનેટોમ બેન્ટન (૨૫)ની ઉપયોગી ઇનિંગ્સની મદદથી ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૭૧ રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝે ૧૬મી ઓવરમાં ૯૮ રને ૮ વિકેટ ગુમાવતાં હાર નિશ્ચિત થઈ ગઈ હતી. ૧૭મી ઓવરમાં ૮ રન બન્યા બાદ તેમને ૧૮ બૉલમાં ૬૧ રનની જરૂર હતી. રોમારિયો સેફર્ડ (૨૮ બૉલમાં અણનમ ૪૪) અને અકિલ હુસેને (૧૬ બૉલમં અણનમ ૪૪) ત્યાર બાદ કમાલની બૅટિંગ કરતાં ૧૮મી ઓવરમાં ૩ સિક્સર સાથે ૨૩ રન બનાવતાં મૅચમાં ટર્ન આવી ગયો હતો. જોકે ૧૯મી ઓવરમાં માત્ર ૮ જ રન બનતાં છેલ્લી ઓવરમાં જીતવા માટે ૩૦ રનની જરૂર હતી. 
ઇંગ્લૅન્ડના શાકિબ મેહમૂદની છેલ્લી (૨૦મી) ઓવરનો પહેલો બૉલ વાઇડ હતો. ત્યાર બાદના બૉલમાં કોઈ રન નહોતો બન્યો. બીજા અને ત્રીજા બૉલમાં ફોર લાગી હતી અને અને ચોથો બૉલ ફરી વાઇડ હતો. ત્યાર બાદ ચોથા, પાંચમા અને છઠ્ઠા બૉલમાં હુસેને સતત ત્રણ સિક્સર ફટકારીને કમાલ કરી હતી અને એ ઓવરમાં  કુલ ૨૮ રન ઝૂડી નાખ્યા હતા, પણ એમ છતાં કૅરિબિયનો એક રનથી હારી જતાં સેફર્ડ અને હુસેન નિરાશ થઈ ગયા હતા. ૩૧ રન અને ૨૪ રનમાં ૩ વિકેટના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ મોઇન અલી મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. સિરીઝની ત્રીજી મૅચ આવતી કાલે રમાશે.

cricket news sports news sports