શાસ્ત્રી, રહાણેને ઍરપોર્ટ પર આવકાર

22 January, 2021 03:08 PM IST  |  Mumbai | Mumbai correspondent

શાસ્ત્રી, રહાણેને ઍરપોર્ટ પર આવકાર

મુંબઈ ઍરપોર્ટ પર પહોંચ્યા બાદ ઇન્ડિય​ન ટેસ્ટ ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી અને કપ્તાન અજિંક્ય રહાણેનું પુષ્પગુચ્છથી સ્વાગત કરતા મુંબઈ ક્રિકેટ અસોસિયએશનના પ્રેસિડન્ટ વિજય પાટીલ. તસવીર ઃ પી.ટી.આઇ.

ઑસ્ટ્રેલિયા ટૂર પર પોતાની ઐતિહાસિક જીતનો ડંકો વગાડ્યા બાદ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કૅપ્ટન અજિંક્ય રહાણે, કોચ રવિ શાસ્ત્રી, ઓપનર રોહિત શર્મા, પૃથ્વી શૉ અને શાર્દુલ ઠાકુર ગઈ કાલે ઑસ્ટ્રેલિયાથી મુંબઈ આવી પહોંચ્યા હતા અને તેમને જોવા અનેક ક્રિકેટપ્રેમીઓની જનમેદની એકઠી થઈ હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)એ જાહેર કરેલા નિર્દેશ અનુસાર આ તમામ પ્લેયરે તેમના ઘરે ૭ દિવસ ક્વૉરન્ટીન રહેવું પડશે.
એક જ ટૂરમાં ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટમાં ડેબ્યુ કરનાર ટી. નટરાજન બૅન્ગલોર પહોંચીને તામિલનાડુમાં પોતાના ગામ ગયો હતો. ચેન્નઈના રહેવાસી રવિચંદ્રન અશ્વિન, વૉશિંગ્ટન સુંદર અને બોલિંગ-કોચ ભરત અરુણ હજી દુબઈમાં છે અને આજે સવારે તેઓ સ્વદેશ પહોંચે એવી સંભાવના છે.

sports sports news cricket news ajinkya rahane