ટી૨૦ના રૅન્કિંગ્સને ધ્યાનમાં ન લેવું જોઈએ : વિરાટ કોહલી

06 December, 2019 11:01 AM IST  |  Mumbai

ટી૨૦ના રૅન્કિંગ્સને ધ્યાનમાં ન લેવું જોઈએ : વિરાટ કોહલી

વિરાટ કોહલી

વિરાટ કોહલીનું કહેવું છે કે ઇન્ડિયા હજી સુધી ટી૨૦માં તેની બેસ્ટ ટીમ સાથે નથી ઊતર્યું એથી એના રૅન્કિંગ્સની ગણતરી કરવી યોગ્ય નથી. ટી૨૦ ઇન્ટરનૅશનલ રૅન્કિંગ્સમાં ઇન્ડિયા પાંચમા ક્રમે છે. આવતા વર્ષે ટી૨૦ વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો હોવાથી ઇન્ડિયા તેના તમામ યુવાન પ્લેયર્સને લઈને એક્સપરિમેન્ટ્સ કરી રહી છે. આ વિશે જણાવતાં કોહલીએ કહ્યું હતું કે ‘અમે સૌથી પહેલાં બૅટિંગ પર અને ત્યાર બાદ ઓછો સ્કોર ચેઝ કરવો પડે એના પર ધ્યાન આપી રહ્યા છીએ. આ બે સૌથી અગત્યની વસ્તુ છે જેના પર અમારું ફોકસ છે. ટી૨૦ એવું ફૉર્મેટ છે જ્યાં તમે વન-ડે અને ટેસ્ટ કરતાં વધુ એક્સપરિમેન્ટ્સ કરી શકો છો. અમે આ શૉર્ટ ફૉર્મેટમાં યુવાનોને ચાન્સ આપી રહ્યા છીએ. ટી૨૦માં અમે હજી સુધી અમારી બેસ્ટ ટીમ સાથે નથી રમ્યા એથી રૅન્કિંગ્સને ધ્યાનમાં ન લેવું જોઈએ. વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને અમે અમારી બેસ્ટ ટીમ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.’

વિરાટ સારો પ્લેયર છે, પરંતુ સચિનના ક્લાસનો નથી : અબ્દુલ રઝાક

પાકિસ્તાનના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અબ્દુલ રઝાકનું કહેવું છે કે ઇન્ડિયન કૅપ્ટન વિરાટ કોહલી સારો પ્લેયર છે, પરંતુ સચિન તેન્ડુલકરના ક્લાસનો નથી. આ વિશે રઝાકે કહ્યું હતું કે ‘૧૯૯૨ અને ૨૦૦૭ વચ્ચે અમે જે વર્લ્ડ ક્લાસ પ્લેયર જોયા હતા એવા પ્લેયર આજે નથી જોવા મળતા. ટી૨૦એ ક્રિકેટને ચેન્જ કરી દીધું છે. બોલિંગ, બૅટિંગ અને ફીલ્ડિંગમાં પણ પહેલાં જેવી વાત નથી રહી. વિરાટ કોહલીને જોઈ લો. તે સ્કોર કરે છે ત્યારે જ કરે છે. તે સારો પ્લેયર છે અને મોટા ભાગની મૅચમાં સારો પર્ફોર્મન્સ પણ આપી રહ્યો છે. જોકે મને નથી લાગતું કે તે સચિન તેન્ડુલકરના ક્લાસનો પ્લેયર હોય.’આ સાથે જ તેણે જસપ્રીત બુમરાહને પણ બેબી બોલર કહીને સોશ્યલ મીડિયામાં પોતાને મજાકનો વિષય બનાવ્યો હતો.

virat kohli pakistan