ખરાબ ફીલ્ડિંગ કરીશું તો કોઈ પણ ટાર્ગેટ ડિફેન્ડ નહીં કરી શકીએ : વિરાટ

10 December, 2019 11:24 AM IST  |  Mumbai

ખરાબ ફીલ્ડિંગ કરીશું તો કોઈ પણ ટાર્ગેટ ડિફેન્ડ નહીં કરી શકીએ : વિરાટ

વિરાટ કોહલી

 ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી ટી૨૦ મૅચ જે એક સમયે ભારતના ખાતામાં લાગી રહી હતી એ અચાનક મહેમાન ટીમના ખાતામાં જતી રહી અને સિરીઝ ૧-૧થી બરાબર થઈ. મૅચ પત્યા બાદ કૅપ્ટન વિરાટ કોહલીએ પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે જો ટીમ આવી ખરાબ ફીલ્ડિંગ કરતી રહેશે તો અમે કોઈ પણ ટાર્ગેટ ડિફેન્ડ નહીં કરી શકીએ.
ટીમની ખરાબ  ફીલ્ડિંગ વિશે વાત કરતાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘અમે ખરાબ ફીલ્ડિંગને કારણે હાર્યા હતા. જો અમે આ રીતે ખરાબ ફીલ્ડિંગ કરીશું તો કોઈ પણ ટાર્ગેટ ડિફેન્ડ નહીં કરી શકીએ. છેલ્લી બન્ને મૅચમાં અમારી ફીલ્ડિંગ ખરાબ રહી છે. અમે એક જ ઓવરમાં બે કૅચ છોડ્યા હતા.’
ટીમ ઇન્ડિયાની બૅટિંગ વિશે વાત કરતાં કોહલીએ કહ્યું હતું કે ‘મારા ખ્યાલથી અમે ૧૬મી ઓવર સુધી સારી બૅટિંગ કરી હતી, પરંતુ છેલ્લી ચાર ઓવરમાં બૅટ્સમેનો ખૂલીને રમવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. છેલ્લી ચાર ઓવરમાં અમે માત્ર ૩૦ રન કરી શક્યા હતા અને એ પણ અમારી હારનું એક કારણ હતું. શિવમ દુબેની હાફ સેન્ચુરીને કારણે ટીમ ૧૭૦ જેટલો રન કરી શકી. સાચું કહું તો વેસ્ટ ઇન્ડીઝે પેસ અને કટર્સનો સારો ઉપયોગ કર્યો હતો.’
આ બીજી મૅચમાં શિવમ દુબેએ ટી૨૦માં પોતાની પહેલી હાફ સેન્ચુરી ફટકારી હતી. એના વિશે વાત કરતાં વિરાટે કહ્યું હતું, ‘અમને ખબર હતી કે પિચ સ્પિનરોને મદદગાર સાબિત થશે અને એટલે જ અમે વિચાર્યું કે શિવમને ત્રીજા નંબરે બૅટિંગ કરવા મોકલીએ તો તે સ્પિનરો પર સારો અટૅક કરી શકે છે. આ જ અમારો પ્લાન હતો જે સારી રીતે કામ કરી ગયો.’
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે છેલ્લી ટી૨૦ મૅચ આવતી કાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

virat kohli sports news