બૉલ પર થૂંક લગાડવાનો અન્ય વિકલ્પ જોઈએ છે : બુમરાહ

02 June, 2020 09:42 AM IST  |  Mumbai | Agencies

બૉલ પર થૂંક લગાડવાનો અન્ય વિકલ્પ જોઈએ છે : બુમરાહ

જસપ્રીત બુમરાહ

ભારતીય બોલર જસપ્રીત બુમરાહનું કહેવું છે કે મને તમામ નિયમોમાં બદલાવ ચાલશે, પરંતુ બૉલ પર થૂંક લગાડવા માટેનો અન્ય વિકલ્પ જોઈએ છે. કોરોના વાઇરસ બાદ બૉલ પર થૂંક ન લગાડવા વિશે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા કહેવામાં આવ્યું છે. આ વિશે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ વિશે વિગતવાર વાત કરતાં બુમરાહે કહ્યું કે ‘હું લોકોને વધારે ગળે નથી વળગાડતો. હાય-ફાય તો જરાય નથી કરતો. માટે મને એ બધી વાતો નડશે નહીં, પણ જે વાત મને નડશે એ છે થૂંક પરનો પ્રતિબંધ. મને નથી ખબર કે જ્યારે અમે પાછા આવીશું ત્યારે અમારે કઈ ગાઇડલાઇન અનુસરવાની છે, પણ મને લાગે છે કે કોઈક તો વિકલ્પ હશે. જો બૉલ બરાબર પ્રતિસાદ ન આપે તો બોલર માટે જરૂરથી એ મુસીબત ક્રીએટ કરે છે. ગ્રાઉન્ડ વધારેમાં વધારે નાનાં થતાં જાય છે અને વિકેટ ફ્લૅટ પર ફ્લૅટ થતી જાય છે માટે અમને બોલરો માટે કોઈ વિકલ્પ જોઈએ છે જેનાથી કોઈક નિર્ણય લઈ શકાય.’

jasprit bumrah cricket news sports news