ઇંગ્લૅન્ડે બ્રૉડને ન રમાડ્યો એની મને પણ નવાઈ લાગી હતી : જેસન હોલ્ડર

15 July, 2020 01:29 PM IST  |  Southampton | Agencies

ઇંગ્લૅન્ડે બ્રૉડને ન રમાડ્યો એની મને પણ નવાઈ લાગી હતી : જેસન હોલ્ડર

જેસન હોલ્ડર

ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ મૅચમાં ઇંગ્લેન્ડ વતી સ્ટુઅર્ટ બ્રૉડને રમાડવામાં નહોતો આવ્યો અને એ વાતે અનેક લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. વેસ્ટ ઇન્ડીઝના કપ્તાન જેસન હોલ્ડરને પણ એ વાતની નવાઈ લાગી હતી. હોલ્ડરે કહ્યું કે મને ખરેખર એ વાતની નવાઈ લાગી હતી કે ઇંગ્લૅન્ડે બ્રૉડને ટીમમાં સામેલ કેમ ન કર્યો? પોતાના દેશમાં તેનો રેકૉર્ડ ઘણો સારો છે એટલે મને લાગતું હતું કે તેઓ જોફ્રા આર્ચર અથવા તો માર્ક વુડમાંથી કોઈ એકને ટીમમાંથી બહાર કરશે. મારા મતે કહું તો ઇંગ્લૅન્ડે ઘણા ટૅલન્ટેડ પ્લેયરને ટીમમાંથી બહાર કર્યો હતો. અમે આર્ચર સામે પહેલી વાર ટેસ્ટ મૅચ રમ્યા. એકબીજાની સામે રમવા માટે અમે ઘણા આતુર હતા. પહેલી ઇનિંગમાં ઇંગ્લૅન્ડની ૬ વિકેટ લેવાની મને ખુશી છે. મારી સૌથી મોટી ઇચ્છા ઇંગ્લૅન્ડ સામે સેન્ચુરી ફટકારવાની છે. ઑલરાઉન્ડરની શ્રેણીમાં બેન સ્ટોક્સ ઘણો જબરદસ્ત પ્લેયર છે પણ સાઉધમ્પ્ટનમાં તેને બે વાર આઉટ કરવાની તક મળી, જેનાથી મારી ચિંતા મહદંશે ઓછી થઈ ગઈ.’

england west indies cricket news sports news