VPL 2025માં ક્વૉલિફાયર-વનમાં RSS વૉરિયર્સ V/S ટૉપ ટેન્સ લાયન્સ

15 March, 2025 07:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

VPL 2025માં ક્વૉલિફાયર-વનમાં RSS વૉરિયર્સ V/S ટૉપ ટેન્સ લાયન્સ તથા એલિમિનેટરમાં સ્કૉર્ચર્સ V/S રંગોલી વાઇકિંગ્સ વચ્ચે જામશે જંગ

વાગડ પ્રીમિયર લીગનો લૉગો

સાંતાક્રુઝ-ઈસ્ટના કાલિનામાં આવેલા ઍર ઇન્ડિયા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ચાલી રહેલી શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત TK RUBY VPL T20 2025 (સીઝન-૩)માં ગઈ કાલે છેલ્લા બે રોમાંચક જંગ સાથે લીગ રાઉન્ડ સમાપ્ત થયો હતો. RSS વૉરિયર્સ, ટૉપ ટેન્સ લાયન્સ અને સ્કૉર્ચર્સે મંગળવારે જ પ્લે-ઑફમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું હતું. ચોથી અને અંતિમ ટીમ માટે ગઈ સીઝનની ચૅમ્પિયન રંગોલી વાઇકિંગ્સ અને એમ્પાયર વૉરિયર્સ વચ્ચે સ્પર્ધા હતી અને ગઈ કાલે પ્રથમ મૅચમાં ૫૪ રનથી ધમાકેદાર જીત મેળવીને રંગોલી વાઇકિંગ્સે બાજી મારી હતી. ગઈ કાલે છેલ્લી લીગ મૅચમાં ૪ વિકેટે રોમાંચક જીત સાથે RSS વૉરિયર્સે પૉઇન્ટ્સ-ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું હતું. ટૉપ ટેન લાયન્સે (૮ પૉઇન્ટ અને ૦.૨૪૫ના નેટ રન-રેટ) બીજું, સ્કૉર્ચર્સે (૮ પૉઇન્ટ અને ૦.૨૩૦ના નેટ રન-રેટ) ત્રીજું તથા રંગોલી વાઇકિંગ્સે (૮ પૉઇન્ટ અને ૦.૦૧૭ના નેટ રન-રેટ) ચોથું સ્થાન મેળવ્યું હતું. એમ્પાયર વૉરિયર્સના પણ ૮ પૉઇન્ટ હતા, પણ એને -૦.૧૭૭ના નેટ રન-રેટને લીધે નિરાશ થવું પડ્યું હતું.

હવે પ્લે-ઑફ રાઉન્ડમાં મંળગવારે સવારે ક્વૉલિફાયર-વનમાં RSS વૉરિયર્સ અને ટૉપ ટેન્સ લાયન્સ વચ્ચે તથા બપોરે એલિમિનેટરમાં સ્કૉર્ચર્સ અને રંગોલી વાઇકિંગ્સ વચ્ચે ટક્કર થશે. જ્યારે ગુરુવારે સવારે ક્વૉલિફાયર-ટૂમાં ક્વૉલિફાયર-વનમાં હારનાર અને એલિમિનેટરમાં જીતનાર ટીમ વચ્ચે ફાઇનલ પ્રવેશ માટે જંગ જામશે. ફાઇનલ જંગ રવિવાર, ૩૦ માર્ચે જામશે.

મૅચ ૨૭ રંગોલી વાઇકિંગ્સ (૨૦ ઓવરમાં ૩ વિકેટે ૧૭૮ રન – યશ મોતા ૩૩ બૉલમાં ૭૩, મયૂર ગાલા ૪૬ બૉલમાં ૫૧ અને શ્રેયસ નિશર ૩૧ બૉલમાં ૩૮ રન. રુષભ દેઢિયા બાવીસ રનમાં, કપિલ ખિરાણી ૩૪ રનમાં અને ક્રમશ નંદુ ૩૫ રનમાં એક-એક વિકેટ)નો જૉલી જૅગ્વર્સ (૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૨૪ રન – અભિષેક ગડા ૩૭ બૉલમાં ૪૬, કુશ શાહ ૨૬ બૉલમાં ૧૮ અને હિમાંશુ શાહ ૬ બૉલમાં ૧૪ રન. અમલ ગડા ૧૬ રનમાં અને યશ મોતા ૨૦ રનમાં ૩-૩ તથા પ્રથમ ગાલા ૧૦ રનમાં એક વિકેટ) સામે ૫૪ રનથી વિજય. મૅન ઑફ મૅચ રંગોલી વાઇકિંગ્સનો યશ મોતા (૩૩ બૉલમાં ચાર સિક્સર અને આઠ ફોર સાથે ૭૩ રન અને ૨૦ રનમાં ૩ વિકેટ).

મૅચ ૨૮ ટૉપ ટેન્સ લાયન્સ (૧૮.૧ ઓવરમાં ૧૧૫ રનમાં ઑલઆઉટ – દીપક શાહ ૩૩ બૉલમાં ૩૮, અમિત શાહ ૨૧ બૉલમાં ૨૧ અને વિરલ કારિયા ૧૩ બૉલમાં ૧૪ રન. વિવેક ગાલા ૩૦ રનમાં ૩, શશાંક નિશર ૧૨ રનમાં બે અને દીક્ષિત ગાલા ૧૬ રનમાં એક વિકેટ) સામે RSS વૉરિયર્સ (૧૮.૫ ઓવરમાં ૬ વિકેટે ૧૧૬ રન – ભવ્ય ગડા ૪૨ બૉલમાં ૪૪, અંકિત સત્રા ૧૪ બૉલમાં બાવીસ અને રોનક ગાલા ૩૨ બૉલમાં ૧૮ રન. દીપક શાહ ૧૮ રનમાં અને નિશિત ગાલા બાવીસ રનમાં બે-બે તથા અમિત શાહ ૨૩ રનમાં એક વિકેટ)નો ૪ વિકેટે વિજય. મૅન ઑફ
મૅચ RSS વૉરિયર્સનો વિવેક ગાલા (૩૦ રનમાં ૩ વિકેટ).

sports news sports gujarati community news gujaratis of mumbai mumbai news mumbai cricket news