સચિન તેંડુલકરનો આ રેકોર્ડ કોહલી ક્યારેય નહીં તોડી શકે : સહેવાગ

22 August, 2019 07:55 PM IST  |  Mumbai

સચિન તેંડુલકરનો આ રેકોર્ડ કોહલી ક્યારેય નહીં તોડી શકે : સહેવાગ

વીરેન્દ્ર સહેવાગ અને વિરાટ કોહલી (PC : Amar Ujala)

Mumbai : ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની વિરાટ કોહલી અત્યારે પોતાના શાનદાર પ્રદર્શન પર ચાલી રહ્યો છે. એક પછી એક તે રેકોર્ડ પોતાના નામે કરી રહ્યો છે. ક્રિકેટ નિષ્ણાંતો માની રહ્યા છે કે જો તે આવી જ રીતે રમતો રહે તો આવનારા સમયમાં તે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના તમામ રેકોર્ડ તોડી શકે છે. ત્યારે ભારતના પુર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે આ વાત પર પોતાનું નિવેદન આપતા જણાવ્યું કે કોહલી સચિનનો આ રેકોર્ડ ક્યારેય નહીં તોડી શકે.


વિરાટ કોહલી રનનો ભુખ્યો છે
વિરાટ કોહલીના નામે પણ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની જેમ ઘણા રેકોર્ડ છે. પોતાની શાનદાર બેટિંગ અને રનની પોતાની ભૂખના કારણે કોહલી સચિનનાં કેટલાક રેકોર્ડ ધ્વસ્ત કરવાની નજીક પહોંચી ગયો છે. ત્યારે વીરેન્દ્ર સહેવાગનું માનવું છે કે, વિરાટ આ પેઢીનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનાં મોટા ભાગના રેકોર્ડ તોડી શકે છે સિવાય એક.


આ પણ જુઓ : વિરાટ કોહલીઃ એક પ્રેમાળ પુત્ર, વ્હાલો ભાઈ અને છે આઈડિયલ પતિ

કોહલી સચિનના 49 સદીના રેકોર્ડથી વધારે દુર નથી
એક મીડિયા ઇન્ટરવ્યૂમાં સહેવાગે કહ્યું હતુ કે,’એ વાતમાં કોઇ શંકા નથી કે વિરાટ કોહલી દુનિયાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે અને જે પ્રમાણે તે રન બનાવી રહ્યો છે તેનો કોઇ પ્રતિસ્પર્ધિ નથી. મને આશા છે કે, તે સચિન તેંડુલકરનાં મોટા ભાગના રેકોર્ડ પોતાના નામે કરી લેશે.’ કોહલીએ તાજાતરમાં જ વેસ્ટઇન્ડીઝ સામે વન-ડે સિરીઝમાં સતત બે સદી ફટકારી હતી. હવે તેના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 43 સદી થઇ ચૂકી છે. તે સચિન તેંડુલકરનાં 49 સદીથી વધારે દૂર નથી.


આ પણ જુઓ : અનુષ્કા શર્મા-વિરાટ કોહલીની આવી રહી છે લવ સ્ટોરી

સચિનનો 200 ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ કોઇ તોડી નહીં શકે : સહેવાગ
સચિન તેંડુલકરના નામે વન-ડે ક્રિકેટમાં 44.83ની સરેરાશથી 18426 રન છે. ત્યાં જ કોહલી 230 વન-ડે ઇનિંગમાં 60.31ની સરેરાશથી 11520 રન બનાવી ચૂક્યો છે. ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો અહિંયા કોહલી સચિનનાં રેકોર્ડના અદ્ધવચ્ચે પહોંચી ગયો છે. ભારતીય કેપ્ટનનાં નામે 77 ટેસ્ટ મેચોની 131 ઇનિંગમાં 25 સદી છે ત્યાં જ સચિને 329 ઇનિંગમાં 51 સદી ફટકારી છે. સહેવાગે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું,’સચિનનો એક રેકોર્ડ કોઇ તોડી નથી શકવાનું તે છે 200 ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ. મને નથી લાગતું કે, કોઇ ટેસ્ટ ક્રિકેટમાં આટલી મેચો રમી શકે છે.’

cricket news virat kohli sachin tendulkar virender sehwag team india