વીરેન્દ્ર સહેવાગે કરી ભવિષ્યવાણી, આ દિગ્ગજ બનશે પસંદગી સમીતીના અધ્યક્ષ

21 August, 2019 05:45 PM IST  |  Mumbai

વીરેન્દ્ર સહેવાગે કરી ભવિષ્યવાણી, આ દિગ્ગજ બનશે પસંદગી સમીતીના અધ્યક્ષ

Mumbai : ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક ક્રિકેટર તરીકે ઓળખાતા વિરેન્દ્ર સહેવાગે ફરી પોતાની ભવિષ્યવાળી કરી છે. હાલમાં જ ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમના મુખ્ય કોચ તરીકે રવી શાસ્ત્રીની ફરી પસંદગી કરી હતી. ત્યારે હવે ટીમના બેટીંગ કોચ, સપોર્ટ સ્ટાફ માટે પણ અરજીઓ મંગાવવામાં આવી હતી.


ત્યારે ટીમ ઇન્ડિયાના પસંદગી સમીતીના અધ્યક્ષ માટેની ચર્ચાએ જોર પકડ્યું છે. તેવામાં વીરેન્દ્ર સહેવાગે આ મુદ્દાને લઇને એક ભવિષ્યવાણી કરી હતી. જેમાં તેણે ભારતના આ દિગ્ગજના નામની ભલામણ કરી હતી. તેણે કહ્યું કે આ પૂર્વ કેપ્ટનની ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધારવાની ખૂબી તેમને મુખ્ય પસંદગીકાર તરીકે પ્રબળ દાવેદાર બનાવે છે. આ દિગ્ગજ ખેલાડી અન્ય કોઈ નહીં પણ ટીમ ઇન્ડિયાના કોચ, કોમેન્ટેટર રહી ચૂકેલા અનિલ કુંબલે છે.


પસંદગી સમીતી પર લાગી રહ્યા છે આરોપો
ભારતીય ટીમમાં હાલની પસંદગી સમીતીના અધ્યક્ષ એમએસકે પ્રસાદની સમિતિને લાઇટવેટ હોવાના આરોપનો સામનો કરવો પડે છે. આ સંપૂર્ણ પસંદગી સમિતિની પાસે કુલ મળીને 13 ટેસ્ટ મેચોનો અનુભવ છે. વીરૂએ કહ્યું, 'મને લાગે છે કુંબલે મુખ્ય પસંદગીકારના પદ માટે યોગ્ય ઉમેદવાર હશે. તે એવો ખેલાડી છે જેણે ખેલાડી તરીકે સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ જેવા લોકો સાથે વાત કરી છે અને કોચના રૂપમાં યુવાઓ સાથે તેમનો સંવાદ રહ્યો છે.'

આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

વીરેન્દ્ર સહેવાગે કહ્યું, 'જ્યારે મેં કમબેક કર્યું (ઓસ્ટ્રેલિયા સિરીઝ 2007/08), તો કેપ્ટન કુંબલે મારા રૂમમાં આવ્યો અને કહ્યું કે, તમે આગામી બે સિરીઝ સુધી ડ્રોપ નહીં થાવ. ખેલાડીને આવા પ્રકારના વિશ્વાસની જરૂર હોય છે.' આ સાથે તેમણે કહ્યું કે, તે નથી સમજતો કે કુંબલે આ કામ માટે રાજી થશે કારણ કે મુખ્ય પસંદગીકારને 1 કરોડ રૂપિયા વાર્ષિક ચુકવણી કરવામાં આવે છે. તેણે કહ્યું, બીસીસીઆઈએ આ રકમ વધારવી જોઈએ. ત્યાર બાદ ઘણા ખેલાડી આ કામ માટે રાજી થશે.

cricket news virender sehwag anil kumble