સેહવાગનો ખુલાસો: મારી બેટિંગની પ્રેરણા હતી રામાયણનું આ પાત્ર...

13 April, 2020 11:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સેહવાગનો ખુલાસો: મારી બેટિંગની પ્રેરણા હતી રામાયણનું આ પાત્ર...

વાલીનો દીકરો અંગદ છે સેહવાગની બેટીંગ પ્રેરણા

કોરોના વાયરસ (COVID-19) સામેની જંગ જીતવા માટે ભારતમાં 21 દિવસનું લૉકડાઉન કરવામાં આવ્યું છે. લૉકડાઉન દરમ્યાન લોકો ઘરમાં જ રહે તે માટે દૂરદર્શન પર રામાનંદ સાગર પ્રસ્તુત 'રામાયણ'નું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. દરમ્યાન ભારતની ક્રિકેટ ટીમના ભુતપુર્વ ખેલાડી વિરેન્દ્ર સેહવાગે ખુલાસો કર્યો છે કે રામાયણનું એક પાત્ર તેમની બેટિંગની પ્રેરણા હતું.

સેહવાગે કહ્યું હતું કે, વાસ્તવમાં તેની બેટિંગની પ્રેરણા રામાયણના અંગદ પરથી મળી છે. રવિવારે રાત્રે સેહવાગે ટ્વીટર અકાઉન્ટ પર બે ફોટો શેર કર્યા હતા જેમાં અંગદના પગને કોઈ હલાવી શકતું નથી. ગઈ કાલે રાત્રે દૂરદર્શન પર પ્રાસરિત કરવામાં આવેલા એપિસોડમાં વાલીના દીકરા અંગદે પોતાનો પગ રાવણની સભામાં મુક્યો હતો જેને વીર પરાક્રમી રાક્ષસો પણ હલાવી શક્યા નહોતા.

કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, 'જ્યાંથી મે બેટિંગની પ્રેરણા લીધી. પગ હટાવવો મુશ્કેલ જ નહીં પણ નામુમકીન છે. અંગદજી રૉક્સ.' આ સીન એ સમયનો છે જ્યારે શ્રીરામે યુધ્ધની સંધિ માટે પોતાન દૂતના રૂપમાં અંગદને લંકા મોકલ્યો હતો.

sports sports news cricket news virender sehwag ramayan