વિરાટમાં હજી ઘણું ક્રિકેટ બાકી છે : કપિલ

17 July, 2022 02:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહાન અને સારા ખેલાડી વચ્ચે આ જ ફરક હોય છે. તારે વધુ પ્રૅક્ટિસ કરવી જોઈએ, જેથી તારા એ સારા દિવસો પાછા આવી જાય. ટી૨૦ ક્રિકેટમાં તારા જેટલો મોટો ખેલાડી કોઈ નથી.’

વિરાટમાં હજી ઘણું ક્રિકેટ બાકી છે : કપિલ

વિરાટ કોહલીને વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી૨૦ સિરીઝમાંથી ડ્રૉપ કરવામાં આવ્યો છે કે આરામ આપવામાં આવ્યો છે એ વિશે આશ્ચર્ય વ્યક્ત કરતાં કપિલ દેવે કહ્યું કે તે કોઈ સામાન્ય ખેલાડી નથી એથી તેને માટે ‘ડ્રૉપ કરવામાં આવ્યો’ એવા શબ્દનો ઉપયોગ ટાળવો જોઈએ. કોહલીના ખરાબ ફૉર્મને જોતાં ટીમ મૅનેજમેન્ટે માત્ર અગાઉના ફૉર્મના આધારે નિર્ણય ન લેવાની સલાહ આપી હતી. ૨૯ જુલાઈથી શરૂ થનારી વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીમાં તે નથી રમવાનો. કપિલ દેવે કોહલીને સલાહ આપતાં કહ્યું કે ‘રણજી ટ્રોફી રમ અથવા તો ક્યાં પણ રમીને રન કર. તારામાં આત્મવિશ્વાસ પાછો લાવવો જરૂરી છે. મહાન અને સારા ખેલાડી વચ્ચે આ જ ફરક હોય છે. તારે વધુ પ્રૅક્ટિસ કરવી જોઈએ, જેથી તારા એ સારા દિવસો પાછા આવી જાય. ટી૨૦ ક્રિકેટમાં તારા જેટલો મોટો ખેલાડી કોઈ નથી.’ 
ભારતીય ક્રિકેટ બોર્ડે વેસ્ટ ઇન્ડીઝની સિરીઝમાં કોહલીને ન રમાડવાના મુદ્દે કોઈ કારણ આપ્યું નથી. કોહલી ઉપરાંત જસપ્રીત બુમરાહને પણ આરામ આપવામાં આવ્યો છે.  

cricket news sports news sports