વિરાટ કોહલી આપશે વોટ, ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યું વોટર આઈડી

28 April, 2019 05:27 PM IST  | 

વિરાટ કોહલી આપશે વોટ, ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યું વોટર આઈડી

ફાઈલ ફોટો

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના મત આપવા પર ઘણી ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે વિરાટ કોહલી 12 મેના લોકસભા ચૂંટણી માટે મતદાન કરશે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શૅર કરતા લખ્યું હતું કે, '12મેના હું ગુરુગ્રામમાં વોટ આપવા માટે તૈયાર છું અને શું તમે તૈયાર છે.'

વિરાટ કોહલીએ વોટર આઈડીની જાણકારી આપતા પોસ્ટ શૅર કરી રહી હતી. વોટર આઈડી પર પિતાનું નામ લખ્યું હતું અને તેમનું એડ્રેસ પણ જોઈ શકાય છે. વિરાટ કોહલી હાલ ગુરુગ્રામથી મતદાર છે. કેટલાક વર્ષો પહેલા જ દિલ્હી થી હરિયાણાના ગુરૂગ્રામ શિફ્ટ થઈ ગયા હતા. જો કે બોલીવૂડ સ્ટાર અનુષ્કા શર્મા સાથે લગ્ન પછી વિરાટ મુંબઈ શિફ્ટ થઈ ગયા હતા.

આ પણ વાંચો: PM મોદીની અપીલ છતા વિરાટ કોહલી નહીં કરી શકે મતદાન

વિરાટ કોહલી આ વખતે મુંબઈથી મત આપવા ઈચ્છતા હતા જ્યાંથી અનુષ્કા શર્મા મતદાન કરે છે. મતદાન મથક બદલવા વિરાટ કોહલીએ ઓનલાઈન પ્રક્રિયા દ્વારા વોટ આપવા માટે અરજી કરી હતી જો કે વિરાટ મોડા પડ્યા હતા. અરજી કરવાની છેલ્લી તારીખ 30 માર્ચ હતી જ્યારે વિરાટ કોહલીએ 7 એપ્રિલે અરજી કરી હતી. જેના કારણે આ ચૂંટણીમાં તેમનું નામ ચૂંટણી યાદીમાં સામેલ રહેશે નહી જેના કારણે મામલો ચર્ચામાં આવ્યો હતો જો કે હવે વિરાટ કોહલીએ સ્પષ્ટતા કરી છે કે, તે 12 મેના ગુરુગ્રામથી વોટ આપશે.

virat kohli Election 2019