વિરાટ કોહલીએ કેપટાઉન ટેસ્ટ મેચ માટે પોતાની ફિટનેસ પર આપ્યું મોટું નિવેદન

10 January, 2022 07:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતીય ટેસ્ટ કૅપ્ટન વિરાટ કોહલીએ કેપટાઉન ટેસ્ટ મેચ પહેલા પ્રેસ કૉન્ફ્રેન્સ કરી. તેમણે જણાવ્યું કે સિરાજ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ નહીં રમી શકે.

વિરાટ કોહલી (ફાઇલ તસવીર)

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરિઝની ત્રીજી અને નિર્ણાયક મેચ કપટાઉનમાં 11 જાન્યુઆરીથી રમાશે. આ મેચ કૅપ્ટન વિરાચ કોહલી માટે ખૂબ જ ખાસ હશે. આ તેમના કરિઅરની 99મી ટેસ્ટ મેચ હશે. કોહલીએ આ મેચ પહેલા પ્રેસ કૉન્ફ્રેન્સ કરી. આમાં તેણે પોતાની ફિટનેસ પર મોટી અપડેટ આપી છે. કોહલીએ આ અપડેટ ભારતીય ટીમ માટે રાહતભરી છે. તેમે મોહમ્મગ સિરાજની ઇજા પર પણ અપડેટ આપી છે.

ભારતીય ટેસ્ટ ટીમના કૅપ્ટન કોહલીએ પ્રેસ કૉન્ફ્રેન્સમાં કહ્યું, "હું સંપૂર્ણ રીતે ફિટ છું અને કેપટાઉન ટેસ્ટ મેચ રમીશ." તેમણે ભારતીય ટીમના ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજની ઇજા પર અપડેટ આપી. કોહલીએ કહ્યું, "સિરાજ કેપટાઉન ટેસ્ટ મેચમાં નહીં હોય. તે અત્યાર સુધી ઇજાગ્રસ્ત છે. અમે આ ફાસ્ટ બૉલરને લઈને રિસ્ક નહીં લઈ શકીએ."

કોહલીએ રવીન્દ્ર જાડેજાનો ઉલ્લેખ કરતા કહ્યું, "જાડેજાની વેલ્યૂ બધા નથી જાણતા. પણ અશ્વિને આ સીરિઝમાં સારું પ્રદર્શન કર્યું છે. તે ટીમ માટે સંપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. જાડેજા ઇજાગ્રસ્ત છે. જો કે, અશ્વિન તેની ગેરહાજરીમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપી રહ્યા છે."

વિરાટે આજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાના પર્ફૉર્મન્સ પર ઉઠતા પ્રશ્નો પર કહ્યું, "પૂજારા અને રહાણેનો અનુભવ ટીમ માટે પ્રાઇસલેસ છે. અમે ઑસ્ટ્રોલિયામાં તેમનું પ્રદર્શન જોયું છે." આપણે ક્યારેય ખેલાડીઓને એવી સ્થિતિમાં ન નાખવું જોઈએ.

જણાવવાનું કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરિઝમાં અત્યાર સુધી બે મેચ રમવામાં આવી છે. આ દરમિયાન ભારતે એક મેચમાં જીત અને બીજીમાં હારનો સામનો કર્યો છે. આ સીરિઝની છેલ્લી મેચ આવતી કાલથી કેપટાઉનમાં રમાશે. આ મેચ નિર્ણાયક સાબિત થઈ શકે છે.

cricket news sports news sports