આટલી છે વિરાટ કોહલીની ઘડિયાળની કિંમત, ઘડિયાળમાં છે સોનું અને હીરા

10 September, 2019 05:35 PM IST  |  મુંબઈ

આટલી છે વિરાટ કોહલીની ઘડિયાળની કિંમત, ઘડિયાળમાં છે સોનું અને હીરા

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી માટે વેસ્ટ ઈન્ડિઝની ટૂર સક્સેસફૂલ રહી છે. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ટી20, ટેસ્ટ અને વન ડે સિરીઝ જીતી છે. આ પહેલી એવી ટૂર હતી જ્યારે ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને તેની ધરતી પર ત્રણેય ફોર્મેટમાં હરાવ્યું છે. ઠીક છે આ તો વાત છે ટીમ ઈન્ડિાયની સફળતાની. અને આ સફળ ટૂર બાદ ટીમ ઈન્ડિયા સ્વદેશ પરત પણ ફરી ચૂકી છે. કેપ્ટન વિરાટ કોહલી પણ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી.

વેસ્ટ ઈન્ડિઝથી પરત ફરતી વખતે મુંબઈ એરપોર્ટ પર ટીમના કેપ્ટન વિરાટ કોહલી વાઈફ અનુષ્કા શર્મા સાથે દેખાયા હતા. હવે આ બંનેનો એરપોર્ટ પર સાથે હોય તેવો ફોટો વાઈરલ થયો છે. આ ફોટોમાં વિરાટ કોહલીના કાંડા પર જે ઘડિયાળ દેખાઈ રહી છે. તે ખૂબ જ મોંઘી છે. આમ તો વિરાટ કોહલી પોતાની રોયલ લાઈફ જીવવા માટે જાણીતા છે, અને તે ક્વોલિટી સાથે સમજૂતી નથી કરતા. હવે આ ઘડિયાની સ્ટોરી પણ કંઈક આવી જ છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટને જે ઘડિયાળ પહેરી છે, તે સામાન્ય નથી.

આ પણ વાંચોઃ વિરાટ કોહલીઃ એક પ્રેમાળ પુત્ર, વ્હાલો ભાઈ અને છે આઈડિયલ પતિ

આ ઘડિયાળની કિંમત જાણીને તમે ચોંકી જશો. વિરાટ કોહલીએ જે ઘડિયાળ પહેરી છે તેની કિંમત 69 લાખ 12 હજાર રૂપિયા એટલે કે લગભગ 70 લાખ રૂપિયા છે. આ ઘડિયાળની ખાસિયત એ છે કે તેમાં શાનદાર ફીચર્સ હોવાની સાથે સાથે સોનું, નીલમ અને ડાયમંડ જડવામાં આવ્યા છે. એટલે જ આ ઘડિયાળ આકર્ષક હોવાની સાથે સાથે મોંઘી છે. વિરાટ ફક્ત ઘડિયાળ જ નહીં કપડા, જૂતા અને કારના પણ શોખીન છે. તેમની પાસે એકથી એક ચડિયાતી કાર છે.

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી પાણી પણ બ્રાન્ડેડ પીવે છે. એ જે કંપનીનું પાણી પીવે છે તેની કિંમત 600 રૂપિયા પ્રતિ લિટર છે.

virat kohli anushka sharma team india sports news cricket news virat anushka