મેદાનની બહાર પણ કોહલી બન્યો વિરાટ, સચિનને મુક્યો પાછળ

21 June, 2019 12:45 PM IST  | 

મેદાનની બહાર પણ કોહલી બન્યો વિરાટ, સચિનને મુક્યો પાછળ

મેદાનની બહાર પણ કોહલી બન્યો વિરાટ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક કિર્તીમાન રચ્યો છે. વિરાટ કોહલીએ આ ઉપલબ્ધી મેદાન પર નહી પરંતુ મેદીનની બહાર સોશિયલ મીડિયા પર પ્રાપ્ત કરી છે. ટ્વિટર પર વિરાટ કોહલીના ફોલોઅર્સની સંખ્યા 30 મિલિયન ઉપર પહોંચી ગઈ છે. હાલ વિરાટ કોહલીના ફોલોઅર્સની સંખ્યા 30.1 મિલિયન છે.

સોશિયલ મીડિયા પર પણ વિરાટ આગળ

30.1 મિલિયન ટ્વિટર ફોલોઅર્સ સાથે વિરાટ કોહલીએ ફોલોઅર્સની બાબતે માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરને પાછળ મુકી દિધો છે. જ્યારે વિરાટના ટ્વિટર ફોલોઅર્સ 30.1 પહોચ્યા છે ત્યારે સચિન તેન્ડુલકરના ટ્વિટર ફોલોઅર્સ 29.4 મિલિયન છે. આ સિવાય ધોનીના પણ ટ્વિટર પર 7.47 મિલિયન ફોલોઅર્સ છે. વિરાટ કોહલી એક પછી એક રેકોર્ડ પર પોતાનું નામ લખી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતો વિરાટ આ બાબતે કઈ રીત પાછળ રહી શકે.

વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ જોવા મળે છે. વિરાટ કોહલી તેમના ફિટનેસ અને ફેશન સાથે જોડાયેલા ફોટોઝ અને વીડિયોઝ શૅર કરતા રહે છે. ટ્વિટર પર 30 મિલિયન ફોલોઅર્સ થવા પર વિરાટ કોહલીએ ફેન્સનો આભાર પણ માન્યો હતો. વિરાટ કોહલીએ ટ્વિટર પર 3 મિલિયન ફેન્સ થતા વીડિયો પોસ્ટ કર્યો હતો અને કેપ્શન આપ્યું હતું કે, 30 મિલિયન ફેન્સ થવા પર મારુ રિએક્શન. વીડિયોમાં વિરાટ કોહલીનો આશ્ચર્યચકિત થતો વીડિયો જોવા મળે છે.

આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ થયો? જાણો ICC એ શું કહ્યું...

cricket news sports news virat kohli gujarati mid-day