વિકેટકીપર રાહુલ ટીમને વધુ બેલેન્સ બનાવે છે : કોહલી

21 January, 2020 11:39 AM IST  |  Bengaluru

વિકેટકીપર રાહુલ ટીમને વધુ બેલેન્સ બનાવે છે : કોહલી

કે.એલ. રાહુલ

વિરાટ કોહલી હવે રિષભ પંતની જગ્યાએ કે.એલ. રાહુલનો વિકેટકીપર તરીકે વધુ ઉપયોગ કરવા માગે છે. ઇન્ડિયા-ઑસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી બે વન-ડેમાં વિકેટકીપર રિષભ પંતના સ્થાને લોકેશ રાહુલે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી. તેને રમાડવાથી ટીમમાં બૅલૅન્સ જળવાતાં તેને જ કન્ટિન્યુ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. રાહુલના વિશે વાત કરતાં કોહલીએ કહ્યું હતું કે ‘રાહુલને વિકેટકીપરને કારણે અમને ચોક્કસ ટીમમાં એક વધુ બૅટ્સમૅનને પસંદ કરવાનો લાભ મળ્યો છે. તમે ૨૦૦૩ના વર્લ્ડ કપમાં રાહુલ દ્રવિડનું ઉદાહરણ લઈ શકો છો. તેમણે જ્યારે સ્ટમ્પ્સની પાછળ રહી વિકેટકીપિંગની જવાબદારી નિભાવી હતી ત્યારે ટીમમાં ઘણું બૅલૅન્સ હતું. લોકેશ કોઈ પણ નંબર પર રમવા તૈયાર છે કેમ કે તે એક પ્રોપર બૅટ્સમૅન છે. રાજકોટમાં જે પ્રમાણે તેણે પ્રદર્શન કર્યું એ બધાએ જોયું છે અને તેણે પાછલા છ મહિનામાં જે મહેનત કરી છે એનું જ એ પરિણામ છે.’

બૅન્ગલોર વન-ડે દરમ્યાન દિલ્હીમાં બે કરોડના સટ્ટાનું રૅકેટ પકડાયું

ઇન્ડિયા-ઑસ્ટ્રેલિયા વચ્ચે બૅન્ગલોરમાં રમાયેલી ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં છેલ્લી અને નિર્ણાયક વન-ડે દરમ્યાન નવી દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે સટ્ટો રમતી ૧૧ વ્યક્તિઓની ગૅન્ગની અટક કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ આ ૧૧ વ્યક્તિઓ પાસેથી ૭૦ મોબાઇલ ફોન અને સાત લૅપટૉપ પણ ઝડપાયાં હતાં. ક્રાઇમ બ્રાન્ચ મુજબ અંદાજે બે કરોડ રૂપિયાનો સટ્ટો રમાઈ રહ્યો હતો.

india australia virat kohli kl rahul cricket news sports news