17 October, 2025 12:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ઑસ્ટ્રેલિયાની ટૂર પહેલાં દિલ્હી આવેલા સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની મિલકત અંગે રસપ્રદ વાત સામે આવી છે. તેણે પોતાના ગુરુગ્રામના DLF સિટી ફેઝ-1માં આવેલા બંગલાનો જનરલ પાવર ઑફ ઍટર્ની (GPA) મોટા ભાઈ વિકાસ કોહલીને સોંપી દીધો છે. આ બંગલાની કિંમત ઑલમોસ્ટ ૮૦ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
અહેવાલ અનુસાર વિરાટ કોહલી હાલમાં મોટા ભાગે લંડનમાં રહે છે. તેણે આ નિર્ણય વ્યાવહારિક કારણોસર લીધો છે. પાવર ઑફ ઍટર્ની આપવાથી તેનો ભાઈને તેના વતી મિલકતનું સંચાલન, જાળવણી અથવા વ્યવહાર કરવાની મંજૂરી મળે છે અને ખાતરી થાય છે કે તેની ગેરહાજરીમાં પણ નિયમિત પ્રક્રિયાઓ સરળતાથી ચાલુ રહેશે.