15 January, 2026 12:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી
વડોદરાના કોટંબી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં રમાયેલી સિરીઝની પહેલી વન-ડેમાં ભારતીય ટીમે વિજય મેળવ્યા પછી વિરાટ કોહલી વન-ડે ક્રિકેટમાં ફરીથી જગતનો નંબર વન બૅટર બની ગયો છે. તેણે આ સ્થાન પરથી રોહિત શર્માને દૂર કર્યો છે એટલું જ નહીં, રોહિત હવે ત્રીજા સ્થાને સરી પડ્યો છે. ન્યુ ઝીલૅન્ડનો ડૅરિલ મિચલ પહેલી વન-ડેમાં ૭૧ બૉલમાં ૮૪ રન ફટકારીને બીજા સ્થાને આવી ગયો હતો. જોકે વિરાટના ૭૮૫ પૉઇન્ટ સામે મિચલના ૭૮૪ પૉઇન્ટ હતા એટલે મિચલ ગઈ કાલની સેન્ચુરી પછી નંબર વન બની જશે એ નક્કી છે.
|
વન-ડેમાં કોણ કેટલા દિવસ નંબર વન? |
|
|
નામ |
દિવસો |
|
વિવ રિચર્ડ્સ |
૨૩૦૬ |
|
બ્રાયન લારા |
૨૦૭૯ |
|
માઇકલ બૅવન |
૧૩૬૧ |
|
બાબર આઝમ |
૧૩૫૯ |
|
એ.બી. ડિવિલિયર્સ |
૧૩૫૬ |
|
ડીન જોન્સ |
૧૧૬૧ |
|
કીથ ફ્લેચર |
૧૧૦૧ |
|
હાશિમ અમલા |
૧૦૪૭ |
|
ગ્રેગ ચૅપલ |
૯૯૮ |
|
વિરાટ કોહલી |
૮૨૫ |
વિરાટ જુલાઈ ૨૦૨૧ પછી ટોચના સ્થાને પાછો ફર્યો છે. ગઈ કાલની વન-ડે પહેલાંની પાંચ મૅચમાં તેણે કરેલા ૭૪ અણનમ, ૧૩૫, ૧૦૨, ૬૫ અણનમ અને ૯૩ રનના સ્કોરે તેને ફરીથી ટોચનું સ્થાન અપાવ્યું છે. વિરાટ ઑક્ટોબર ૨૦૧૩માં વન-ડેનો નંબર વન બૅટર બન્યો હતો. અત્યારે તે અગિયારમી વાર આ સ્થાને પહોંચ્યો છે. વિરાટ આ સ્થાન પર કુલ ૮૨૫ દિવસ રહ્યો છે. ભારતનો બીજો કોઈ બૅટર આટલા દિવસ સુધી વન-ડે ક્રિકેટમાં નંબર વન નથી રહ્યો. સૌથી વધુ દિવસ નંબર વન રહેનારા પ્લેયર્સની યાદીમાં વિરાટનો નંબર દસમો છે.