વિરાટ કોહલીને ગુસ્સો કેમ આવ્યો? શું જવાબ આપ્યો પત્રકારને?

02 March, 2020 06:41 PM IST  |  Christchurch | Mumbai Desk

વિરાટ કોહલીને ગુસ્સો કેમ આવ્યો? શું જવાબ આપ્યો પત્રકારને?

ન્યુઝીલેન્ડની ટેસ્ટ સિરીઝમાં વિરાટનો નબળો દેખાવ

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને જ્યારે હાર અંગે સવાલ કરાયો ત્યારે તેને ભારે ગુસ્સો આવ્યો. આજે ન્યુઝીલેન્ડના હાથે ટેસ્ટ મેચમાં હાર સાંપડ્યા પછી વિરાટ કોહલીને જ્યારે ક્રાઇસ્ટચર્ચમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સવાલ કરાયો કે શું તમારે તમારા આક્રમકતા ઘટાડવાની જરૂર છે? ત્યારે આક્રમક થઇ ગયેલા વિરાટે પત્રકારે સામે સણસણતો જવાબ આપતા કહ્યું હતું કે તમારે અડધી જાણકારી હોય તો પ્રેસ કોન્ફરન્સનમાં ન આવવું જોઇએ, તમારે તમારા તથ્યો યોગ્ય રીતે સાબિત કરવા જોઇએ.

ટેસ્ટના બીજા દિવસ ટોમ લાથમ અને કીવી કેપ્ટન કેન વિલયમ્સનની વિકેટની ઉજવણી વિરાટ કોહલીએ બહુ એક્સાઇટમેન્ટથી કરી હતી અને તેને ધ્યાનમાં રાખીને જ જાણે આ સવાલ કરાયો હોય તેવું લાગ્યું અને માટે કોહલીને ભારે ગુસ્સો આવ્યો હતો. વિરાટોનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે દર્શકોનાં એક સમુહને અપશબ્દો કહી રહ્યો છે. મોહંમદ શમીની ઓવરના આ મામલામાં તેણે પહેલી ઇનિંગ્ઝમાં જ ટોમ લાથમને આઉટ કર્યો હતો. આ વ્યવહારને કારણે પત્રકારે કોહલીને સવાલ કર્યો હતો.
પત્રકારે પુછ્યું હતું કે મેદાન પર તમારા વહેવાર અંગે તમારે શું કહેવું છે? વિલયમસન્સના આઉટ થયા બાદ તમે દર્શકો પર આક્રમકતાથી હાવી થઇ ગયા હતા અને તમને નથી લાગતું કે કેપ્ટન તરીકે તમારે મેદાન પર એવો વહેવાર કરવો જોઇએ જેનાથી સારું ઉદાહરણ સાબિત થાય. કોહલીએ આમાં સામે જ સવાલ કર્યો હતો કે તમને શું લાગે છે? પત્રકારે કહ્યું કે સવાલ તેમણે કર્યો છે અને વિરાટે સામે કહ્યું કે પોતે તેને જવાબ પુછી રહ્યો છે. પત્રકારે કહ્યું કે વિરાટે સારું ઉદાહરણ બેસાડવાની જરૂર છે અને વિરાટે આ સાંભળીને તરત રોષમાં કહ્યું હતું કે પત્રકારે એ જાણવાની જરૂર છે કે ખરેખર શું થયું હતું અને પછી તેણે ત્યાં બહેતર સવાલ લઇને આવવાની જરૂર હતી. અડધા-અધૂરા સવાલ અને જાણકારી સાથે તેમણે ત્યાં ન આવવું જોઇએ અને વિવાદ છંછેડવા માટે આ યોગ્ય મોકો નથી. વિરાટે એમ પણ કહ્યું કે તેમે મેચ રેફરી સાથે વાત કરી હતી અને જે પણ થયું તેનાથી કોઇને પણ સમસ્યા નહોતી.
વિરાટનો ન્યુઝીલેન્ડનો પ્રવાસ સૌથી ખરાબ રહ્યો છે અને તે માત્ર એક અડધી સદી ફટકારી શક્યો છે, તેનો સ્કોર નબળો રહ્યો છે.

virat kohli cricket news new zealand