રોહિત શર્માએ મુંબઈ સાથે તૈયારી શરૂ કરી, IPL માટે વિરાટ કોહલીનું ભારતમાં આગમન

18 March, 2026 02:30 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વિરાટ કોહલી પણ હાલમાં લંડનથી મુંબઈ ઍરપોર્ટ પર લૅન્ડ થયો હતો.

વિરાટ કોહલી અને રોહિત શર્મા

IPL ઇતિહાસના ટૉપ-ટૂ રન-સ્કોરર વિરાટ કોહલી અને રોહિત શર્મા નવી સીઝનની તૈયારીમાં લાગી ગયા છે. મુંબઈ ઇન્ડિયન્સે પોતાના ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્માનો ફોટો અને વિડિયો શૅર કર્યો હતો અને એમાં તે સાથી-પ્લેયર્સ સાથે પ્રી-સીઝન કૅમ્પમાં બૅટિંગ-પ્રૅક્ટિસ કરતો જોવા મળ્યો હતો. વિરાટ કોહલી પણ હાલમાં લંડનથી મુંબઈ ઍરપોર્ટ પર લૅન્ડ થયો હતો. ઍરપોર્ટ પર તમામ ફૅન્સ સાથે ફોટો-પોઝ આપીને તેણે કોઈને નિરાશ નહોતા કર્યા. વિરાટ કોહલીએ IPLની ૨૬૭ મૅચમાં ૮ સદી અને ૬૩ ફિફટીના આધારે ૮૬૬૧ રન કર્યા છે, જ્યારે રોહિત શર્મા હાઇએસ્ટ રન-સ્કોરરના લિસ્ટમાં કોહલી પછી બીજા સ્થાને છે. તેણે ૨૭૧ મૅચમાં ૪૭ ફિફ્ટી અને બે સદીના આધારે ૭૦૪૬ રન કર્યા છે.

virat kohli rohit sharma royal challengers bangalore mumbai indians IPL 2026 sports news sports cricket news