વિરાટ કોહલી ક્રિકેટનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે : બ્રાયન લારા

17 December, 2019 12:27 PM IST  |  Mumbai

વિરાટ કોહલી ક્રિકેટનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે : બ્રાયન લારા

વિરાટ કોહલી

(પી.ટી.આઇ.) ક્રિકેટ જગતના મહાન પ્લેયરોમાંના એક બ્રાયન લારાએ ઇન્ડિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીની મન ભરીને પ્રશંસા કરી છે અને તેની સરખામણી ફુટબૉલજગતના મહાન પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે કરી છે. આ વિશે વાત કરતાં લારાએ કહ્યું હતું કે ‘ક્રિકેટ પ્રત્યે કોહલીની તૈયારી અને તેનું અસાધારણ સમર્પણ ઘણી મહત્ત્વની વાત છે. મને નથી લાગતું કે તે કે. એલ. રાહુલ કે રોહિત શર્માથી વધુ પ્રતિભાશા‍ળી છે, પરંતુ પોતાને તૈયાર કરવા માટે કોહલીની ધગશ જ તેને બધા કરતાં અલગ બનાવે છે. ખરી રીતે તો તે ક્રિકેટનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે.’

આ પણ જુઓ : હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો

કોહલી વિશે વધુ વાત કરતાં લારાએ કહ્યું કે ‘વિરાટની ફિટનેસ અને માનસિક દૃઢતા બધા કરતાં અલગ છે. તે કોઈ પણ યુગની ક્રિકેટ ટીમમાં પોતાનું સ્થાન બનાવી શકે છે, પછી એ ક્લાઇવ લૉયડની ૭૦ના દસકાની ટીમ હોય કે સર ડૉન બ્રૅડમૅનની ૧૯૪૮ની વિશ્વવિજેતા ટીમ હોય. તેને કોઈ પણ ફૉર્મેટની ટીમમાંથી બહાર ન રાખી શકાય. દરેક ફૉર્મેટમાં જેની ઍવરેજ ૫૦ ટકા જેટલી હોય એ પ્લેયર અપ્રતિમ જ હોવાનો.’ લારાએ વિરાટ કોહલી ઉપરાંત ઍશિઝમાં રમનાર ઇંગ્લૅન્ડના પ્લેયર બેન સ્ટોક્સનાં પણ વખાણ કર્યાં હતાં.

cricket news virat kohli brian lara cristiano ronaldo