વિન્ડીઝ સામેની ટેસ્ટ સીરિઝમાં કોહલી આ દિગ્ગજનો રેકોર્ડ તોડી શકે છે

21 August, 2019 05:05 PM IST  |  Mumbai

વિન્ડીઝ સામેની ટેસ્ટ સીરિઝમાં કોહલી આ દિગ્ગજનો રેકોર્ડ તોડી શકે છે

વિરાટ કોહલી (PC : ICC)

Mumbai : ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરિઝથી ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત કરવા જઈ રહી છે અને ટીમના સુકાની કોહલીની સેનાનું લક્ષ્ય 60 પોઈન્ટ હાસિલ કરવા પર હશે. આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીની પાસે પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગના રિકોર્ડને તોડવાની તક હશે.

ભારતીય ટીમે હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલા ટી
20 અને પછી વનડે સિરીઝમાં જીત મેળવી હતી. ક્રિકેટના આ સૌથી લાંબા ફોર્મેટમાં ભારતીય ટીમ લગભગ આઠ મહિના બાદ ઉતરી રહી છે. ભારતે ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં જીત હાસિલ કરી ઈતિહાસ રચ્યો હતો. 

કોહલી તોડી શકે છે પોન્ટિંગનો રેકોર્ડ
નોર્થ સાઉન્ડ, એન્ટીગામાં રમાનારા પ્રથમ મુકાબલામાં ભારતીય સુકાની પાસે ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની રિકી પોન્ટિંગનો રેકોર્ડ નિશાન પર હશે. વનડે સિરીઝમાં સતત બે સદી ફટકારનાર કોહલી જો પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારવામાં સફળ રહે તો કેપ્ટન તરીકે પોન્ટિંગની 19 સદીની બરોબરી કરી લેશે.

વિરાટે અત્યાર સુધી 46 ટેસ્ટ મેચોમાં ભારતની આગેવાની કરતા કુલ 18 સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન પોન્ટિંગ કેપ્ટન રહેતા 19 સદી ફટકારી છે. કોહલી તેનો રેકોર્ડ બરાબર કરવાની એક જ્યારે તોડવાથી બે સદી દૂર છે. ટેસ્ટ મેચોમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સદી દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથે ફટકારી છે. 109 ટેસ્ટ મેચોમાં ટીમની કમાન સંભાળનાર સ્મિથે કુલ 25 સદી ફટકારી છે.

આ પણ જુુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

કોહલી સૌથી વધુ સદીનો પોન્ટિંગનો રેકોર્ડ તોડવાથી નજીક
ભારતના સુકાની વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાના પુર્વ સુકાની રીકિ પોન્ટિંગના સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદીના રેકોર્ડ તોડવાથી નજીક છે.

વિરાટ કોહલીએ અત્યાર સુધી કુલ 68 સદી ફટકારી છે.તો ઓસ્ટ્રેલિયાના પુર્વ સુકાની રીકિ પોન્ટિંગે 71 સદી ફટકારી છે. માત્ર ત્રણ સદી ફટકારતા કોહલી આ રેકોર્ડમાં પણ પોન્ટિંગને પાછળ છોડી દેશે. 100 સદી ફટકારવાનો રેકોર્ડ ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરના નામે છે.

cricket news virat kohli ricky ponting sports news