World Cup 2019 : વિરાટ કોહલીએ વન-ડે ક્રિકેટમાં 2000 ચોગ્ગા ફટકાર્યા

30 June, 2019 10:40 PM IST  |  London

World Cup 2019 : વિરાટ કોહલીએ વન-ડે ક્રિકેટમાં 2000 ચોગ્ગા ફટકાર્યા

વિરાટ કોહલી (PC : ICC)

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019 માં એક પછી એક રેકોર્ડ નોંધાતા ગયા છે. ત્યારે ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2019માં ઇંગ્લેન્ડ સામેની મેચમાં આ સિદ્ધી પોતાના નામે કરી છે. કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2000 ચોગ્ગા ફટકારવાની સિદ્ધી મેળવી છે. વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 2000 ચોગ્ગા પૂરા કરી લીધા છે. આ સિદ્ધી મેળવનારો કોહલી પાંચમો ભારતીય બેટ્સમેન બની ગયો છે. વિરાટ પહેલા સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી તથા વીરેન્દ્ર સહેવાગ આ કમાલ કરી ચુક્યા છે.

કોહલીએ આ ત્રણ રેકોર્ડ પણ પોતાના નામે કર્યા
ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન વિરાટ કોહલીએ ઘણા રેકોર્ડ્સ પોતાના નામે કર્યાં છે. આ વર્લ્ડ કપ દરમિયાન તેણે વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 11,000 રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો. તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછી ઈનિંગમાં 20 હજાર રન પૂરા કરીને ઈતિહાસ રચી દીધો હતો. કેપ્ટન તરીકે કોઈ પણ વર્લ્ડ કપમાં સતત પાંચ અડધી સદી ફટકારનાર તે પહેલો ખેલાડી બની ગયો છે. એક વિશ્વકપમાં પાંચ અડધી સદી ફટકારનાર તે પ્રથમ ભારતીય ખેલાડી પણ બન્યો છે. તેણે સચિન તથા સિદ્ધૂને પાછળ છોડી દીધા છે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

વર્લ્ડ કપમાં સતત 50થી વધુ સ્કોર કરનાર ભારતીય ક્રિકેટરો
વિરાટ કોહલી : 5 (2019*)
એન. સિદ્ધુ : 4 (1987)
સચિન તેંડુલકર
: 4 (1996)
સચિન તેંડુલકર
: 4 (2003)
રોહિત શર્મા
: 3(2019*)
રાહુલ ડ્રવિડ : 3 (1999)
યુવરાજ
: 3 (2011)
મો. અઝરૂદ્દીન
: 3 (1992)
સુનિલ ગાવસ્કર : 3 (1987)

world cup 2019 cricket news virat kohli