28 April, 2025 06:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
IPL દરમ્યાન હનુમાનજીની નાની મૂર્તિને સાથે રાખી છે વિરાટ કોહલી
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચેની મૅચ પહેલાં બૅન્ગલોરની ટીમે એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં કોહલી ગુલાબી ટી-શર્ટમાં કાળી બૅગ લઈને ટ્રાવેલ કરી રહ્યો છે. તેની બૅગ પર હનુમાનની એક નાની મૂર્તિ લટકતી જોવા મળી હતી. અહેવાલ અનુસાર કોહલી સમગ્ર IPL સીઝન દરમ્યાન આ હનુમાનની મૂર્તિ સાથે મુસાફરી કરી રહ્યો છે એવું માનીને કે એનાથી તેને સકારાત્મક ઊર્જા મળે છે. ભૂતકાળમાં પવિત્ર આધ્યાત્મિક સ્થળોની મુલાકાત લીધા પછી તેના પ્રદર્શનમાં રસપ્રદ વળાંક જોવા મળ્યો હતો.