રોહિતના સ્કોર-રેટને વિરાટ કોહલી પણ નહીં પહોંચી શકે : સેહવાગ

09 November, 2019 11:05 AM IST  |  Mumbai

રોહિતના સ્કોર-રેટને વિરાટ કોહલી પણ નહીં પહોંચી શકે : સેહવાગ

વિરેન્દ્ર સહેવાગ

(આઇ.એ.એન.એસ.) રાજકોટમાં બાંગ્લાદેશ સામે રમાયેલી બીજી ટી૨૦ મૅચમાં કૅપ્ટન રોહિત શર્માની ધમાકેદાર ઇનિંગની વીરેન્દર સેહવાગે વાહવાહી કરી છે. ૪૩ બૉલમાં ૮૫ રનની પારી રહી હતી, જેમાં છ છગ્ગા અને છ ચોગ્ગા સામેલ હતા. તેણે ૧૯૭.૬૭ના સ્ટ્રાઇક-રેટની બૅટિંગ કરી હતી. આ વિશે વાત કરતાં સેહવાગે કહ્યું હતું કે ‘એક ઓવરમાં ૩-૪ સિક્સર મારવી અથવા ૪૫ બૉલમાં ૮૦-૯૦ રન બનાવવા એ એક કળા છે. રોહિત જેટલી રેગ્યુલર રીતે બૅટિંગ કરે છે એવું તો મેં અત્યાર સુધી વિરાટ કોહલીને પણ બૅટિંગ કરતા નથી જોયો. સચિન હંમેશાં બીજાને કહેતો કે જો હું આ પ્રમાણે રમી શકું છું તો તમે કેમ નહીં? પણ તે એ નહોતો સમજતો કે ભગવાન એક જ હોય અને તેના જેવું કોઈ બની પણ ન શકે.’ પોતાના કરીઅરની ૧૦૦મી ટી૨૦ મૅચ રમતા સિક્સર-કિંગે દસમી ઓવરમાં ત્રણ બૉલમાં ત્રણ સિક્સર મારીને હૅટ-ટ્રિક કરી હતી.

આ પણ જુઓ : જયદેવ ઉનડકટઃ આ ગુજરાતી ખેલાડીએ વસીમ અકરમ પાસેથી શીખી છે બૉલિંગ

ટી૨૦ ચેઝ કરવામાં ભારત નંબર-વન
ભારતીય ક્રિકેટ ટીમે બંગલા દેશ સામેની બીજી ટી૨૦ મૅચ જીતીને એક અનોખો રેકૉર્ડ પોતાના નામે કરીને ઑસ્ટ્રેલિયાની ટીમને માત આપી છે. સૌથી વધારે ટી૨૦ મૅચ ચેઝ કરવામાં ભારત નંબર-વન બન્યું છે. રેકૉર્ડ પ્રમાણે ભારતે ટી૨૦માં ચેઝ કરેલી ૬૧ મૅચમાંથી ૪૧ મૅચ પોતાના નામે કરી છે. આ કારણસર ઑસ્ટ્રેલિયા બીજા ક્રમાંકે પહોંચી ગયું છે. ઑસ્ટ્રેલિયા ૬૯ મૅચમાં ચેઝ કરીને ૪૦ મૅચ જીતવાનો રેકૉર્ડ ધરાવે છે. આ સાથે જ પાકિસ્તાન ૬૭ મૅચ ચેઝ કરીને ૩૬ મૅચ પોતાના નામે કરી ચૂકી છે. આ યાદીમાં પાકિસ્તાન ત્રીજા ક્રમાંકે છે.

cricket news virender sehwag team india rohit sharma