વધુ કમાણીના મામલે ફોર્બ્સની લિસ્ટમાં વિરાટ કોહલી એકમાત્ર ભારતીય

12 June, 2019 04:40 PM IST  | 

વધુ કમાણીના મામલે ફોર્બ્સની લિસ્ટમાં વિરાટ કોહલી એકમાત્ર ભારતીય

વિરાટ કોહલી (ફાઇલ ફોટો)

ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી રમત સિવાય કેટલીય બાબતોમાં નંબર વન છે. તેણે આઇસીસીની લિસ્ટ પછી હવે ફોર્બ્સની લિસ્ટમાં જગ્યા બનાવી છે. કોહલીને ફોર્બ્સની 2019માં વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનારા એથલીટોમાં જગ્યા મળી છે. તે લિસ્ટમાં વિરાટ એકમાત્ર ભારતીય એથલીટ છે. તેણે આ લિસ્ટમાં 100મી રેન્ક મળી છે, આ મામલે તે એક માત્ર ક્રિકેટર છે.

ફુટબૉલર છે ટૉપ પર
આ લિસ્ટમાં બાર્સિલોના અને અર્જેન્ટિનાના ફુટબોલર લિયોન મેસી પહેલા સ્થાન પર, જ્યારે કોહલી છેલ્લા સ્થાને છે. કોહલીએ છેલ્લા એક વર્ષમાં અરબ 59 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ગયા વર્ષે વિરાટ 83માં સ્થાને હતો, પણ આ વર્ષે છ કરોડ 83 લાખ રૂપિયાની એડ્વટાઇઝ કરારથી વધુ કમાણી કર્યા પછી પણ આ લિસ્ટમાં તે 100માં સ્થાને પહોંચી ગયો છે.

એડ્વટાઇઝ દ્વારા કરે છે કમાણી
ભારત તરફથી રમતાં પ્રત્યેક ખેલાડીને બસીસીઆઇ કરાર પ્રમાણે પૈસા મળે છે. આ સિવાય વિરાટ આઇપીએલ અને એડ્વટાઇઝમેન્ટ કરીને ઘણાં પૈસા કમાય છે. અત્યારે કોહલી હિમાલયા, મિન્ત્રા, ગૂગલ ડ્યુઓ, પ્યૂમા, હીરો મોટોકૉર્પ અને કોલગેટ જેવા કેટલાય મોટા મોટા બ્રાન્ડ સાથે જોડાયેલો છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યું છે અને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયા પછી શિખર ધવન 3 અઠવાડિયા માટે ટીમ ઈન્ડિયાથી બહાર થયા છે ત્યારે રિષભ પંતને ઈંગ્લેન્ડ બોલાવવામાં આવ્યા છે. અને રિષભ પંત ઇન્ગલેન્ડ જવા માટે રવાના થઇ ગયો છે 

આ પણ વાંચો : વર્લ્ડ કપ: રિષભ પંત ઈંગ્લેન્ડ માટે રવાના, ધવનની જગ્યાએ મળી શકે સ્થાન

cricket news sports news virat kohli