વર્લ્ડ કપ: રિષભ પંત ઈંગ્લેન્ડ માટે રવાના, ધવનની જગ્યાએ મળી શકે સ્થાન

Published: Jun 12, 2019, 12:36 IST

વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ માટે રવાના થયા છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયા પછી શિખર ધવન 3 અઠવાડિયા માટે ટીમ ઈન્ડિયાથી બહાર થયા છે ત્યારે રિષભ પંતને ઈંગ્લેન્ડ બોલાવવામાં આવ્યા છે.

રિષભ પંત ઈંગ્લેન્ડ માટે રવાના
રિષભ પંત ઈંગ્લેન્ડ માટે રવાના

વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ માટે રવાના થયા છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયા પછી શિખર ધવન 3 અઠવાડિયા માટે ભારતીય ટીમની પ્લેઈંગ 11માંથી બહાર થયા છે ત્યારે રિષભ પંતને ઈંગ્લેન્ડ બોલાવવામાં આવ્યો છે. હાલ શિખર ધવન બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં છે. શિખર ધવનના ઈજાગ્રસ્ત થવા પર રિષભ પંતને પ્લેઈંગ 15માં સ્થાન મળ્યું છે જેની માટે તે ઈંગ્લેન્ડ રવાના થયો છે.

વર્લ્ડ કપની ટીમ એનાઉન્સ થવા સમયે રિષભ પંતને લઈને ઘણી ચર્ચાઓ સામે આવી રહી હતી. જો કે અંતે રિષભ પંતની જગ્યાએ ટીમમાં અનુભવી બેટ્સમેન દિનેશ કાર્તિકને સ્થાન મળ્યું હતું. જો કે આખરે રિષભ પંતને વર્લ્ડકપની ટીમમાં સ્થાન મળ્યુ છે અને વર્લ્ડ કપ રમવા માટે રવાના થયો છે. રિષભ પંત ન્યૂ ઝિલેન્ડ સામેની મેચ પહેલા ભારતીય ટીમ સાથે જોડાશે. 

 આ પણ વાંચો: World Cup 2019: રદ થઇ શકે છે ભારત-ન્યૂઝીલેન્ડ મેચ

છેલ્લા કેટલાક સમયથી રિષભ પંત સારા ફોર્મમાં ચાલી રહ્યો છે જેના કારણે તેને પ્લેઈંગ 11માં શિખર ધવનની જગ્યાએ સ્થાન મળી શકશે. જો કે ઈંગ્લેન્ડમા દિનેશ કાર્તિક અને વિજય શંકર પહેલાથી ટીમ સાથે છે તેમને પણ ટીમમાં સ્થાન મળી શકે છે. શિખર ધવનના ઈજાગ્રસ્ત થતા ફરી એકવાર ચોથા સ્થાને કોણ રમશે તે એક પ્રશ્ન છે. હાલ લોકેશ રાહુલ ચોથા સ્થાને રમી રહ્યા હતા. જો કે શિખરના ઈજાગ્રસ્ત થવાના કારણે રોહિત શર્મા લોકેશ રાહુલ ઓપનિંગ કરી શકે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK