02 May, 2026 10:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટે ઍરપોર્ટની નારાજગી હોટેલમાં બોલાવીને દૂર કરી
એકાદ દિવસ પહેલાં એક વિડિયો સોશ્યલ મીડિયામાં ભારે વાઇરલ થયો જેમાં એક છોકરો ઍરપોર્ટ પર બૅટ પર વિરાટનો ઑટોગ્રાફ લેવા આવ્યો હતો પણ સિક્યૉરિટીવાળાને લીધે મળી ન શકવાને લીધે તેણે ખૂબ ગુસ્સે થઈને બૅટ ફેંકી દીધું હતું. આની જાણ થતાં વિરાટે ફરી તેના ઉદાર દિલનો પરચો આપ્યો હતો અને એ છોકરાને તેની ફૅમિલી સાથે હોટેલમાં બોલાવ્યો હતો અને પ્રેમથી ઑટોગ્રાફ આપ્યા હતા.