કૅપ્ટન ઐયરની સેન્ચુરી, મુંબઈની સતત બીજી જીત

24 February, 2021 11:33 AM IST  |  Mumbai

કૅપ્ટન ઐયરની સેન્ચુરી, મુંબઈની સતત બીજી જીત

શ્રેયસ ઐયર

દિલ્હી બાદ મુંબઈએ ગઈ કાલે સતત બીજી જીત મેળવતાં મહારાષ્ટ્રને ૬ વિકેટે પરાસ્ત કરી હતી. મહારાષ્ટ્રએ આપેલા ૨૮૦ રનના ટાર્ગેટને મુંબઈએ કૅપ્ટન શ્રેયસ ઐયરની સેન્ચુરી (૯૯ બૉલમાં એક સિક્સર અને ૯ ફોર સાથે અણનમ ૧૦૩ રન)ની મદદથી ૪૭.૨ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. ઐયરને ઓપનરો પૃથ્વી શૉ (૩૪), યશસ્વી જયસ્વાલ (૪૦) અને શિવમ દુબે (૪૭)નો યોગ્ય સાથ મળી રહ્યો હતો. એ પહેલાં ધવલ કુલકર્ણીએ ૪૪ રનમાં પાંચ વિકેટ સાથે તરખાટ મચાવી મહારાષ્ટ્ર ટીમની કમર તોડી નાખી હતી.

shreyas iyer vijay hazare trophy cricket news sports news