01 January, 2026 02:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકરની દીકરી સારાના હાથમાં બિઅરની બૉટલ જોઈને સોશ્યલ મીડિયા પર ચર્ચાનું ચકડોળ શરૂ થઈ ગયું છે. સારાના હાથમાં બિઅરની બૉટલ હોય એવી તસવીર વાઇરલ થઈ છે. આ તસવીર ગોવાની છે જેમાં સારા ભરરસ્તે હાથમાં બિઅરની બૉટલ સાથે એક પુરુષમિત્ર સાથે ચાલતી દેખાય છે. સારાના આ પ્રકરણમાં સોશ્યલ મીડિયા પર બે ફાંટા પડી ગયા છે. એક વર્ગ એવો છે જે સારાના સપોર્ટમાં છે અને એનું કહેવું છે કે આ સારાનો અંગત મામલો છે અને એમાં કોઈએ માથું ન મારવું જોઈએ. જોકે બીજા વર્ગનું કહેવું છે કે સારાના પપ્પા સચિને ક્યારેય દારૂ અને સ્મોકિંગને પ્રોત્સાહન નથી આપ્યું એટલું જ નહીં; સારા પોતે એક ઇન્ફ્લુએન્સર અને વેલનેસ ઑન્ટ્રપ્રનર છે એટલે તે બિઅરની બૉટલ સાથે દેખાય એ ખોટું છે.