ક્વૉરન્ટીન દરમ્યાન પુત્રી સાથે ડાન્સ કરતા અજિંક્ય રહાણેનો વિડિયો વાઇરલ

31 January, 2021 02:02 PM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

ક્વૉરન્ટીન દરમ્યાન પુત્રી સાથે ડાન્સ કરતા અજિંક્ય રહાણેનો વિડિયો વાઇરલ

અજિંક્ય રહાણે પુત્રી સાથે

ટીમ ઇન્ડિયાનો વાઇસ કૅપ્ટન અજિંક્ય રહાણે સામાન્ય રીતે પોતાની રમતને લઈને ચર્ચામાં રહે છે. આ ઉપરાંત તે હાલમાં ઑસ્ટ્રેલિયા સામે તેની આગેવાનીવાળી ત્રણમાંથી બે ટેસ્ટ જીતીને છવાયેલો રહ્યો છે. હાલમાં તેનો એક વિડિયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થવા લાગ્યો છે, જેમાં તે તેની પુત્રી સાથે ડાન્સ કરી રહ્યો છે. ફૅન્સ પણ રહાણે અને તેની પુત્રીના આ ડાન્સના વિડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

રહાણે અને તેની પુત્રીનો આ વિડિયો તેની પત્ની રાધિકાએ શૅર કર્યો છે. રાધિકાએ તેના ઇન્સ્ટાગ્રામ મારફત આ વિડિયો પોસ્ટ કર્યો હતો, જે વિડિયો પર ફૅન્સ અનેક પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વિડિયોને શૅર કરતાં રાધિકાએ લખ્યું છે, ‘ક્વૉરન્ટીનમાં અમારું એન્ટરટેઇનમેન્ટ.’

હાલમાં ટીમ ઇન્ડિયા ચેન્નઈમાં છે, જ્યાં એ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ માટે રોકાયા છે, જ્યાં ટીમ અને તેની સાથે ગયેલા પરિવારના સભ્યો ક્વૉરન્ટીન છે.’

sports sports news cricket news ajinkya rahane viral videos