વિદર્ભે સતત બીજીવાર જીતી રણજી ટ્રોફી, સૌરાષ્ટ્રને 78 રને હરાવ્યું

07 February, 2019 01:56 PM IST  | 

વિદર્ભે સતત બીજીવાર જીતી રણજી ટ્રોફી, સૌરાષ્ટ્રને 78 રને હરાવ્યું

સૌરાષ્ટ્રએ ગુમાવી રણજી ટ્રોફી(તસવીર સૌજન્યઃ PTI)

સૌરાષ્ટ્ર ફરી એકવાર રણજી ટ્રોફીથી વંચિત રહ્યું છે રણજીત ટ્રોફીની ફાઈનલમાં સૌરાષ્ટ્રની ટક્કર વિદર્ભ સાથે હતી. જેમાં વિદર્ભે સૌરાષ્ટ્ર સામે 78 રનથી વિજય મેળવ્યો છે. વિદર્ભની જીતનો હીરો રહ્યો આદિત્ય સારવતે. જેણે બીજી ઈનિંગમાં છ વિકેટ લઈને સૌરાષ્ટ્રની બેટિંગ લાઈનને ધ્વસ્ત કરી નાખી. આદિત્યએ મેચમાં કુલ 11 વિકેટ લીધી. સૌરાષ્ટ્ર રણજીનું પહેલું ટાઈટલ જીતવાથી માત્ર 206 રન દૂર હતું. પરંતુ વિદર્ભની ચુસ્ત બોલિંગના કારણે સૌરાષ્ટ્રનું સપનું અધુરું રહ્યું છે.

વિદર્ભે જીતી રણજી ટ્રોફી(તસવીર સૌજન્યઃ PTI)

સારવતની સાથે સાથે અક્ષય વખારેએ પણ સારું પ્રદર્શન કરતા સાત વિકેટ મેળવી. પાંચમાં દિવસે સૌરાષ્ટ્ર જેવું થોડું લયમાં આવ્યું કે તરત જ અક્ષય અને આદિત્યની જોડીએ વિકેટો ખેરવીને જીત મેળવી.

વિદર્ભની જીતમાં કોચની મહત્વની ભૂમિકા

સતત બીજી વાર રણજી ટ્રોફી જીતવામાં વિદર્ભના કોચની પણ મહત્વની ભૂમિકા રહી છે. હાલ વિદર્ભના કોચ ચંદ્રકાંત પંડિત છે. જેઓ પોતે પણ રણજી ખેલાડી રહી ચુક્યા છે. તેમની સિદ્ધીઓ જોઈએ તો તેમણે 1883-84 અને 1984-85માં મુંબઈની ટીમ વતી રમતા રણજી ટ્રોફી જીતી હતી. જ્યારે 1982-83 અને 1990-91માં તેમની ટીમ રનર અપ રહી હતી. ચંદ્રકાંત પંડિત 1998-99માં મધ્યપ્રદેશ તરફથી રમ્યા હતા ત્યારે પણ તેમની ટીમ રનર અપ હતી.

આ પણ વાંચોઃ IND VS NZ: T-20માં અત્યાર સુધીની સૌથી મોટી હાર

કોચ તરીકે ચંદ્રકાંત પંડીતે મુંબઈને 2002-03, 2003-04 અને 2015-16માં રણજી ટ્રોફી જીતાડી છે. જ્યારે 2016-17માં મુંબઈ રનર અપ રહ્યું હતું. જ્યારે 2011-12માં રાજસ્થાન તેમની આગેવાનીમાં રણજી ટ્રોફી જીતી હતી. અને હવે વિદર્ભ સતત છેલ્લા બે વર્ષથી રણજી ટ્રોફી જીતી રહ્યું છે.

cricket news