20 April, 2025 03:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૈભવ સૂર્યવંશી
દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચમાં થયેલી ઇન્જરીમાંથી સંપૂર્ણ ફિટ ન થયો હોવાથી સંજુ સૅમસન ગઈ કાલની મૅચ રમવા માટે ઉપલબ્ધ નહોતો. તેના સ્થાને કૅપ્ટન્સી કરનાર રિયાન પરાગે બિહારના ટૉપ ઑર્ડર બૅટર વૈભવ સૂર્યવંશીને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે ડેબ્યુ કરવાની તક આપી હતી. ૧૪ વર્ષ અને ૨૩ દિવસની ઉંમરે IPLમાં ડેબ્યુ કરનાર તે સૌથી યુવા પ્લેયર બન્યો છે. ૧.૧૦ કરોડ રૂપિયાના આ IPL મેગા ઑક્શનના યંગેસ્ટ કરોડપતિએ સ્પિનર પ્રયાસ રે બર્મનનો ૨૦૧૯નો રેકૉર્ડ તોડ્યો છે. પ્રયાસે છ વર્ષ પહેલાં ૧૬ વર્ષ ૧૫૭ દિવસની ઉંમરે બૅન્ગલોરની ટીમ માટે ડેબ્યુ કર્યું હતું.
લેફ્ટી વૈભવે ૨૦ બૉલની ઇનિંગ્સમાં ૩ સિક્સ અને બે ફોર ફટકારીને ૩૪ રન કર્યા હતા. તેનું એઇડન માર્કરમની બોલિંગમાં રિષભ પંતે સ્ટમ્પિંગ કર્યું હતું.